ઉરી હુમલો,પઠાણકોટ અને પુલવામા હુમલાની તપાસનું પરિણામ શું આવ્યું
મુંબઇ: મુકેશ અંબાણીના ધર એટીલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલ કામ મળવાની તપાસને લઇ શિવસેનાએ એનઆઇએ પર સવાલ ઉભા કર્યા છે આ સાથે જ મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નરનો બચાવ કર્યો છે.પોતાના મુખપત્ર સામના દ્વારા શિવસેનાએ એનઆઇએની તપાસ અને બરતરફ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ પર પણ સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાએ સામના દ્વારા પુછયું છ કે જિલેટિનની છડીની તપાસ કરી રહેલ એનઆઇએએ ઉપી હુમલા, પઠાનકોટ અને પુલવામા હુમલામાં પણ તપાસ કરી હતી તેનું પરિણામ શું આવ્યું કેટલા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી
સામનાના સંપાદકીયમાં શિવસેનાએ લખ્યું કે રાજયના આતંક નિરોધી ટુકડી આ મામલામાં હત્યાનો મામલો દાખલ કરી તપાસ કરી રહ્યું હતું પરંતુ એનઆઇએએએ ઉતાવળમાં તપાસનું સુકાન પોતાના હાથમાં લઇ લીધુ. મહારાષ્ટ્ર સરકારને કોઇ રીતે બદનામ કરી શકે આ ઉપરાંત કોઇ અન્ય નેક હેતુ તેની પાછળ ન હોઇ શકે ક્રાઇમ બ્રાંચના એક સહાયક પોલીસ નીરીક્ષકના આજુબાજુ આ મામલો ફરી રહ્યો છે અને તેની પાછળનો હેતુ તાકિદે સામે આવશે
શિવસેનાએ સવાલ કર્યું કે જયારે આ મામલામાં આતંકવાદનું કોઇ એંગલ આવ્યું નથી તો પછી આ અપરાધની તપાસાં એનઆઇએની તપાસ આપવાનો શું અર્થ છે એ યાદ રહે કે આતંકવાદથી સંબંધિત પ્રકરણોની તપાસ એનઆઇએ કરે છે પરંતુ જેલિટનની છડીની તપાસ કરનારી એનઆઇએએ ઉરી હુમલો, પઠાણકોટ હુમલો પુલવામા હુમલામાં શું તપાસ કરી કયું સત્યશોધન કર્યું કેટલા ગુનેગાર પકડયા આ હજુ પણ રહસ્ય જ છે પરંતુ મુંબઇમાં ૨૦ જિલેટિનની છડી એનઆઇએ માટે મોટો પડકાર જ સિધ્ધ થતો નજરે આવી રહ્યો છે.
શિવસેનાએ લખ્યું કે મનસુખ હિરેનના શંકાસ્પદ મોત થયું અને તેના માટે તમામને દુખ છે ભાજપ થોડુ વધારે દુખી છે પરંતુ આ પાર્ટાના એક સાંસદ રામસ્વરૂપ શર્માનું દિલ્હીમાં શંકાસ્પદ મોત થયું શર્મા પ્રખર હિન્દુત્વવાદી વિચારો વાળા હતાં તેમના શંકાસ્પદ મોતની બાબતમાં ભાજપ છાતી પિટતી નજરે પડી રહી નથી મોહન ડેલકરની આત્મહત્યાના મામલામાં તો કોઇ એક શબ્દ પણ બોલવા તૈયાર નથી સુશાંતસિંહ રાજપુક અને તેના પરિવારજનોને તો તમામ ભુલી ગયા છે કોઇના મોતનું રોકાણ કેવી રીતે કરી શકાય તે વર્તમાન વિપક્ષથી શિખવું જાેઇએ