Western Times News

Gujarati News

ઉર્ફી જાવેદને પરિવારજનો પોર્ન સ્ટાર સમજતા હતા

મુંબઈ, ઉર્ફી જાવેદ એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે પરંતુ તેની કારકિર્દી ઘણી સંઘર્ષમય રહી છે. તેના જ ઘરવાળાએ તેને પોર્ન એક્ટ્રેસ સમજી લીધી હતી અને સંબંધીઓએ પણ તેને પોર્ન એક્ટ્રેસ પણ સમજી લીધી હતી. ઉર્ફી જાવેદે બીગ બોસ ઓટીટીમાં ભાગ લીધો હતો પરંતુ ફક્ત સાત દિવસની અંદર તે બિગ બોસ ઘરમાંથી બહાર થઈ ગઈ છે. બિગ બોસમાં એન્ટ્રી લેતા જ ઉર્ફી સમાચારોમાં આવી ગઈ હતી. શોમાં પોતાનો બોલ્ડ અને ગ્લેમરસ રૂપ દેખાડનારી ઉર્ફીને પોતાના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

સ્કૂલના દિવસમાં ઉર્ફીની થોડી તસ્વીરો એડલ્ટ સાઈટ પર અપલોડ કરી દીધી હતી. આ વાતની જાણ જેવી તેના પરિવારને થઈ ત્યારે તેના ઘરવાળાઓએ ઉર્ફી વિશે ખોટું સમજી લીધું હતું અને તેના પર ઘણા આરોપો લગાવવા લાગ્યા હતા. તેણે કહ્યું હતું કે, હું કોલેજમાં પણ આવી ન હતી, હું ૧૧માં ધોરણમાં ભણતી હતી. મારા માટે તે સમય ઘણો કપરો રહ્યો હતો કારણ કે મારી પાસે મારા પરિવારનો સપોર્ટ ન હતો. તમામ લોકો મને દોષ દઈ રહ્યા હતા. મારા સંબંધીઓ મને પોર્ન સ્ટાર કહેતા હતા અને મારું બેંક એકાઉન્ટ ચેક કરવા ઈચ્છતા હતા.

મારા પિતા મને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. મેં બે વર્ષ સુધી આ બધુ સહન કર્યું હતું. હું ઈચ્છું છું કે હું જે યાતનામાંથી પસાર થઈ છું તેમાંથી અન્ય કોઈ છોકરી પસાર થવી જાેઈએ નહીં, તેમ તેણે કહ્યું હતું. બાદમાં ઉર્ફીએ પોતાની બે બહેનો સાથે ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારે હું ઘર છોડીને જતી રહી હતી ત્યારે મારે ઘણા લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. હું એક સપ્તાહ સુધી દિલ્હીના એક પાર્કમાં રહી હતી. બાદમાં અમે ત્રણેયએ નોકરીની શોધ કરી હતી. મને કોલ સેન્ટરમાં નોકરી મળી ગઈ હતી. મારા પિતાએ બીજા લગ્ન કર્યા હતા અને ઘરની જવાબદારી મારા અને મારી બહેનો પર આવી ગઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.