ઉર્વશીએ ફેન્સને બતાવ્યું અનોખું જાદુ, હવામાં લટકતી કાકડી

મુંબઇ, અભિનેત્રી ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે એક ફેશનિસ્ટા છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જાદુ બતાવતી જાેવા મળી રહી છે. આ જાદુ જાેઈને તમે પહેલા તો આશ્ચર્યચકિત થઈ જશો અને છેલ્લે તમે હસવા લાગશો.
તે કાકડી વડે આ જાદુ કરી રહી છે. ઉર્વશીનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના જાદુના વખાણ કરી રહ્યા છે. ઉર્વશી રૌતેલાના આ વીડિયોમાં તમે જાેશો કે, એક કાકડી હવામાં લટકી રહી છે. ઉર્વશી પહેલા તેના હાથ તે કાકડી પર ઉપર અને નીચે, થોડા અંતરે ખસેડે છે અને બાદમાં તેનો હાથ એક બાજુથી બીજી બાજુ ખસેડે છે.
તે કાકડી પડતી નથી અને હવામાં અટકી જાય છે. પરંતુ ઉર્વશી કેમેરા તરફ જાેતા ત્રાંસી વળે છે, ત્યારે ખબર પડે છે કે તેના મોંમાં કાંટો, ચમચી પકડેલી છે અને તે જ કાકડીમાં ફસાયેલી છે, જેના કારણે કાકડી લટકતી જાેવા મળે છે. આ વીડિયોને શેર કરતા ઉર્વશીએ લખ્યું કે, જાે હું શાક હોત તો ક્યૂટ-કુંબર (ક્યૂટ કાકડી) હોત. આ સાથે તેણે પોતાના કેપ્શનમાં કાકડી અને હાર્ટ ઇમોજીનો સમાવેશ કર્યો છે.
તેણે હેશટેગ સાથે જાદુગર ઉર્વશી પણ લખ્યું છે. ઉર્વશીના આ વીડિયો પર તેના ફેન્સ ભારે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હું જાેઈ શકું છું કે તમે ક્યાં જઈ રહ્યા છો?” અન્ય એક યુઝરે લખ્યું, આ કામ પણ શરૂ થઈ ગયું છે.” એકે લખ્યું, “તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમે તેને મોંથી પકડી રાખ્યું છે.” અન્ય એક યુઝરે લખ્યું, વીડિયો બનાવવા માટે આજ મળ્યું.” અન્ય યુઝરે લખ્યું કે, તમે કઈ લાઈનમાં આવી ગયા છો?
એકે લખ્યું, “બાદમાં આ પણ કામમાં આવશે. ઉર્વશીએ અગાઉ બે વીડિયો શેર કર્યા હતા, જેને લઈને તે ટ્રોલ પણ થઈ હતી. આ વીડિયોમાં ઉર્વશી સિલ્વર કલરના ચમકદાર આઉટફિટમાં જાેવા મળી હતી. ડ્રેસમાં સ્લીવ્ઝને બદલે પીંછાં હતાં. તેણે રોયલ જ્વેલરી પણ પહેરી હતી અને તેની આંખો પર કાળી કાજલ લગાવેલી હતી. કેટલાક લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. એક યુઝરે ઉર્વશીના ડ્રેસને ફની કહ્યું અને બીજાએ તેને રાવણનો ડ્રેસ કહ્યો.SSS