ઉર્વશી પર્ફોર્મ કરતી વખતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા બચી

મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર ફેન્સ સાથે તેને સ્ટનિંગ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં, ઉર્વશીએ દુબઈમાં આપેલા પર્ફોર્મન્સની ઝલક શેર કર હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઈવેન્ટમાંથી વીડિયો શેર કર્યો હતો.
હાલમાં, એક્ટ્રેસે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલીફાની સેવન સ્ટાર હોટેલમાં પર્ફોર્મન્સ આપ્યું હતું અને આમ કરનારી તે ભારતની પહેલી કલાકાર બની હતી. ઉર્વશી રૌતેલાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તેને ઓફ-શોલ્ડર શિમરી બોડીકોન ગાઉનમાં પર્ફોર્મન્સ આપતી જાેઈ શકાય છે.
વીડિયો શેર કરીને તેણે લખ્યું છે ‘બુર્જ ખલીફાની સેવન સ્ટાર હોટેલમાં પર્ફોર્મન્સ આપનારી પહેલી ભારતીય કલાકાર બનીને કૃતજ્ઞતા અનુભવી રહી છું. મારા જીવનમાં વર્લ્ડ ક્લાસ તક આપવા માટે આભાર. શિમરી ગાઉનમાં તે એનર્જેટિક અને ગોર્જિયસ લાગી રહી હતી, પરંતુ પર્ફોર્મન્સની વચ્ચે તે થોડી ટ્રિકી સ્થિતિમાં મુકાઈ હતી. સોન્ગ પર પર્ફોર્મ આપતી વખતે તે આશરે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
જાે કે, તેણે ખૂબ જ સરળતાથી તેનો ડ્રેસ ઉપરથી સરખો કર્યો હતો અને પર્ફોર્મન્સ યથાવત્ રાખ્યું હતું. ઉર્વશી રૌતેલાએ વીડિયો શેર કર્યા બાદ તે ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. એક્ટ્રેસના ફેન્સે હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કરીને એક્ટ્રેસ પર પ્રેમ વરસાવ્યો હતો.
એક ફેને લખ્યું હતું ‘ભારતનું ગૌરવ’, તો એક ફેને તેને ‘આંતરરાષ્ટ્રીય સ્ટાર’ ગણાવી હતી. એક ફેને તેને ‘પ્રેરણાસ્ત્રોત’ ગણાવતા લખ્યું હતું કે, ‘અમને તમારા પર ગર્વ છે ઉર્વશી મેમ. તમે ખરેખર હાર્ડ વર્ક કરી રહ્યા છો. અમારા માટે તમે પ્રેરણાસ્ત્રોત છો. લવ યુ મેમ.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા તામિલ ફિલ્મમાં વ્યસ્ત છે, જેનું શૂટિંગ તે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં કરી રહી હતી. આ સિવાય તે રણદીપ હૂડાની ઓપોઝિટમાં એક વેબ સીરિઝમાં પણ જાેવા મળવાની છે.SSS