ઉર્વશી રૌતેલાએ પંતને બર્થ ડે વિશ કરતા યૂઝર્સના નિશાને
મુંબઈ, બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હિન્દી ફિલ્મોનીએ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે જે પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમેશ પોતાના ગૉર્જિયસ લુક્સ અને મોંઘા આઉટફિટ્સના કારણે સમાચારોમાં આવતી રહે છે. સોશિયલ મીડિયા ઉપર ઉર્વશી ઘણી એક્ટિવ રહે છે.
હાલમાં જ તેણે ક્રિકેટર અને આઈપીએલ ટીમ દિલ્હીના કેપિટલના કેપ્ટન ઋષભ પંતને તેના જન્મદિવસે શુભેચ્છા આપી, જેના પછી તે સોશિયલ મીડિયા પર યૂઝર્સના નિશાના પર આવી ગઈ અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એકચ્યુલી, ઋષભ પંતે હાલમાં જ પોતાનો ૨૪મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો.
આ ખાસ પ્રસંગે ઉર્વશી રૌતેલાએ ટ્વીટ કરીને તેને બર્થ ડે વિશ કર્યું. તેણે ઋષભ પંતને ટેગ કરીને લખ્યું કે, હેપ્પી બર્થ ડે. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. વાત એમ છે કે, થોડા વર્ષો પહેલા બંનેના અફેરના સમાચારો છપાયા હતા.
સમાચારો હતા કે ઋષભ આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. જાેકે, બાંદમાં બંને અલગ થઈ ગયા. રિપોર્ટ્સનું માનીએ તો ઋષભે ઉર્વશીને વોટ્સએપ પર બ્લૉક પણ કરી નાખી. ઋષભ અને ઉર્વશીનો ભૂતકાળ યાદ કરીને હવે યુઝર્સે અભિનેત્રીને ક્રિકેટરથી દૂર રહેવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર જુદા જુદા પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
યૂઝર્સ કહી રહ્યા છે કે, દીદી મહેરબાની કરીને તમે ઋષભથી દૂર રહો, તો બીજા એક લખ્યું કે, ઋષભનું ધ્યાન ભટકાવવાની કોશિશ ન કરે કેમ કે ટી-૨૦ નજીક આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, પંત ભૈયાએ તેને વોટ્સએપ પર બ્લૉક કરી દીધી છે માટે તેણે ટિ્વટર પર વિશ કર્યું. મોડર્ન પ્રોબ્લેમ્સ માટે મોડર્ન સોલ્યૂશન જાેઈએ.
વર્કફ્રન્ટની વાત કરીએ ઉર્વશી રૌતેલા સરવના સાથે ૨૦૦ કરોડની બીગ બજેટ ફિલ્મ ધ લિજેન્ડ થકી તમિલ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસે જીઓ સ્ટુડિયો અને ટી સીરીઝ સાથે ત્રણ ફિલ્મોનો કૉન્ટ્રેક્ટ કર્યો છે. આ સાથે ઉર્વશી જલ્દી જ જીઓ સ્ટુડિયોઝની વેબ સિરીઝ ઇન્સ્પેક્ટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે મુખ્ય પાત્ર ભજવતી જાેવા મળશે.SSS