ઉર્વશી રૌતેલાએ વધારી પોતાની ફીઃ ૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલ પોતાની આગામી કોમેડી ડ્રામા ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ માટે ચર્ચામાં છે. તેની આ ફિલ્મમાં એક્ટર ગૌતમ ગુલાટી પણ જાેવા મળશે. આ વચ્ચે એક્ટ્રેસ સાથે જાેડાયેલી કેટલીક ઈન્ટ્રસ્ટિંગ અપડેટ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્વશીએ પોતાની ફીમાં વધારો કરી દીધો છે અને હવે તે ૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ‘વર્જિન ભાનુપ્રિયા’માં અન્ય એક્ટર્સ કરતા ઉર્વશીને સૌથી વધારે પૈસા આપવામાં આવ્યા છે.
ઉર્વશીએ બોલિવુડના શહંશાહ અમિતાભ બચ્ચન સાથે એક સુપરહિટ સિક્વલ ફિલ્મ ઓફર થઈ હતી પરંતુ ડેટ્સને કારણે તે પ્રોજેક્ટ ન કરી શકી. વાત કરીએ ‘વર્જિન ભાનુપ્રિયા’ની તો આ એક્ટ્રેસના રોલને કારણે ચર્ચામાં છે. ઉર્વશી આ ફિલ્મમાં ભાનુપ્રિયાનો રોલ કરી રહી છે. આ ઉપરાંત ફિલ્મમાં અર્ચનાપૂર્ણ સિંહ, ડેલનાઝ ઈરાની, રાજીવ ગુપ્તા, બ્રિજેન્દ્ર કાલા જેવા એક્ટર જાેવા મળશે. ફિલ્મનું ડિરેક્શન અજય લોહાને કર્યું છે.