Western Times News

Gujarati News

ઉર્વશી રૌતેલાના સ્ટાઈલિશ ડ્રેસની લોકોએ મજાક ઉડાવી

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની સ્ટાઈલથી લોકોને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહી નથી તેમ ચોક્કસથી કહી શકાય. કારણ કે તે ટ્રેડિશનલ આઉટફિટ પહેરે કે પછી વેસ્ટર્ન હંમેશા ટ્રોલ થઈ જાય છે. પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ જેવી ટોચની હીરોઈનો પણ અનેક વખત પોતાના કપડાંને લઈને ટ્રોલ થઈ છે

પરંતુ તેઓ ટ્રોલર્સને આ માટે જવાબ પણ આપી ચૂકી છે. જ્યારે ઉર્વશી ક્યારેય પણ આમ કરવામાં માનતી નથી. ઉર્વશી રૌતેલા ફરી એક વખત ત્યારે ટ્રોલ થઈ જ્યારે તે પ્રેસ કર્યા વગરનો ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી ગઈ. આ વાતથી તેના ચાહકો ખૂબ નિરાશ થયા હતા.

વાત એમ છે કે, વર્ષ ૨૦૧૮માં યોજાયેલા આઈફા એવોર્ડમાં એક્ટ્રેસ બોલ્ડ પેટર્નવાળું ગોલ્ડન મોનોક્રોમૈટિક ગાઉન પહેરીને પહોંચી હતી. ઉર્વશીએ ઓસ્ટ્રેલિયન ફેશન લેબલ ડિઝાઈન કરેલું ફ્લોર સ્વીપિંગ ગાઉન પહેર્યું હતું. જેને બોલ્ડ લૂક આપતાં ઓફ શોલ્ડર સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ ગાઉન ચમકીલા ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યું હતું. આ સિવાય કમરની વચ્ચે ટેપર્ડ ડિઝાઈન બનાવવામાં આવી હતી. જે એક્ટ્રેસના ગાઉનને નીચેની તરફથી પ્લીટેડ લૂક આપી રહ્યું હતું.

સટલ મેકઅપની સાથે સ્મોકી આંખો, મિડલ પાર્ડેટ હેર અને ન્યૂડ ગ્લોસી લિપ્સમાં આમ તો તે સુંદર લાગી રહી હતી. પરંતુ જેવી એક્ટ્રેસની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ કે લોકોએ તેને ટ્રોલ કરવામાં વાર લગાડી નહીં. ઉર્વશીએ જે ગાઉન પહેર્યું હતું

તે એચ એન્ડ એમ ફેશન લેબલની નકલી કોપી હતી, જે એક્ટ્રેસ પહેલા અમેરિકન મોડેલે ઈવેન્ટમાં પહેર્યું હતું. ઉર્વશીના ડ્રેસને જ્યાં બોલ્ડ લૂક આપતાં ઓફ શોલ્ડર પેટર્નમાં જાેડવામાં આવ્યું હતું ત્યાં જિની ડ્રેસમાં બોલ્ડ પ્લંઝિંગ નેકલાઈન પર ફોકસ હતું. કપડાના રંગ-રુપમાં પણ બારીકાઈથી કામ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.