ઉર્વશી ૫૦ કિલોનાં ડંબલ ઉચકીને કસરત કરતી દેખાઈ
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસની સૌથી યંગેસ્ટ સુપરસ્ટાર ઉર્વશી રૌતેલા પોતાને ફિટ રાખવા માટે જિમ રૂટીનનું કડકાઇથી પાલન કરે છે. એક્ટ્રેસ જાણે છે કે, પોતાને ફઇટ રાખવા માટે શું કરવું અને એક્સ્ટ્રા કેલરી કેવી રીતે બર્ન કરવી. ઉર્વશી રૌતેલા ફક્ત એક્ટિંગ જ નહીં, ડાન્સ, ફિટનેસ અને તેનાં જબરદસ્ત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અને ફેન્સને તેનાં નવાં વીડિયો અને નવાં પ્રોજેક્ટ્સ અંગે વાત કરે છે.
હાલમાં ઉર્વશી રૌતેલાએ તેનાં ફેન્સને પ્રેરિત કરવાં માટે તેનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે ૫૦ કિલોનાં ડંબલ અને બોસુ બોલની સાથે વર્કઆઉટ કરતી નજર આવે છે. એક્ટ્રેસ ખુબજ સહેલાઇથી વજન ઉઠાવતી નજર આવે છે. ઉર્વશી રૌતેલાનો આ વીડિયોને કેપ્શનમાં વર્કઆઉટ અંગે જાણકારી આપી છે. એક્ટ્રેસે આ વીડિયોમાં જિમ આઉટફઇટમાં ગોલ્ડન સ્પોર્ટ્સ બ્રા અને હાઇ એન્ડ ટાઇસની સાથે કાળા બૂટ પહેર્યા છે. તેણે તેનાં વાળમાં પોનીટેલ બાંધી છે.
ઉર્વશી રૌતેલા તેનાં ફેન્સને તેની હેલ્ધી લાઇફ સ્ટાઇલથી પ્રેરિત કરે છે. તે શીખવે છે કે જીવનમાં સ્વસ્થ અને ખુશ રહેવું કેટલું સહેલું અને મહત્વનું છે. ફેન્સ પણ ઉર્વશીનું વર્કઆઉટ જાેઇને દંગ રહી ગયા છે. તેઓ કમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસનાં વર્કઆઉટનાં વખાણ કરી રહ્યાં છે.
કેટલાંક તેનાં વીડિયો જાેઇને પ્રેરણાત્મક કહે છે.. તો કેટલાંક તેને હોટ કહે છે. તો કેટલાંક ફાયરની ઇમોજી લગાવી છે. ઉર્વશીનાં આ ફિટનેસ વીડિયોનાં સૌ કોઇ વખાણ કરી રહ્યાં છે. વર્કઆઉટની વાત કરીએ તો, ઉર્વશી એક બિગ બજેટની સાયન્સ ફિક્સન ફિલ્મથી તમિલ સિનેમામાં ડેબ્યૂ કરવાં જઇ રહી છે. જેમાં તે એક માઇક્રોબાયોલોજિસ્ટ અને એક આઇઆઈટીયનનો રોલ અદા કરી રહી છે.SSS