ઉલટી ગંગાઃ યુવાને પિતા પાસેથી શેઠને ૩૦ લાખ અપાવ્યાઃ શેઠે રૂપિયા ન આપતાં ઠગાઈની ફરીયાદ
અમદાવાદ: ઓસ્ટ્રેલિયામાં ભણતાં યુવાન પાસેથી ઊછીનાં રૂપિયા ૩૦ લાખ લીધા બાદ તે રકમ પરત આપવાનાં બદલે બહાનાં કરતા યુવાનનાં પિતાએ મણીનગરમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
ભગવતીપ્રસાદ દવે (૬૯) મણીનગર ખાતે રહે છે. વર્ષ ૨૦૧૦માં તેમનો પુત્ર રાહુલ તેની પત્ની સાથે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે ગયો હતો. જ્યાં તેને હાર્દિક હર્નીશ પાઠક (ઓસ્ટ્રેલિયા) સાથે મુલાકાત થઈ હતી.
બાદમાં હાર્દિકે રાહુલને પોતાની રેસ્ટોરામાં નોકરીએ રાખ્યો હતો. દરમિયાન હાર્દિકનો પાર્ટનર છુટો થતાં તેણે રાહુલને તેનાં પિતા રેલવેમાંથી રીટાયર થયા છે.
તો તેમને મળેલાં રૂપિયામાંથી મદદ કરવા જણાવ્યું હતું. બાદમાં ભગવતીપ્રસાદે આ અંગે હાર્દિકનાં પિતાને વાત કરતાં તેમણે પણ રૂપિયા આપી દેવાની ખાતરી આપી હતી.
જા કે એક વખત રૂપિયા મળી ગયા બાદ હાર્દીકે તેમને ઠાલાં વચનો આપવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત ૨૦૧૭માં ભગવતીપ્રસાદ પત્ની સાથે ઓસ્ટ્રેલિયા જતાં હાર્દિકે તેમને ભારત જતાં પહેલાં રૂપિયા આપી દેશે તેવાં વચનો આપ્યા હતા.
જાકે એ બાદ હાર્દીક પોતે તેનાં દરબાર રોડ, જુની પોલીસ ચોકી સામે, રાજપીપળા, નર્મદા ખાતેનાં ઘરે આવીને ઓસ્ટ્રેલિયા પરત જતો રહેવા છતાં તેમનાં રૂપિયા ન આપતાં ભગવતીપ્રસાદે તેનો પિતા હરનીશભાઈને પણ વાત કરી હતી. જાકે તેમણે પણ ગલ્લા-તલ્લાં કરતાં છેવટે ભગવતીપ્રસાદે હાર્દીક તથા હરનિશભાઈ વિરૂદ્ધ ૩૦ લાખની છેતરપિંડીની ફરીયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં કરી છે.