Western Times News

Gujarati News

ઉલ્કાપાતથી ૧૦ કરોડ વર્ષ પહેલાં બનેલો ખાડો મળ્યો

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં સોનાની ખાણના ખોદકામ દરમિયાન ઉલ્કાથી બનેલો એક મોટો ખાડો મળી આવ્યો છે. જીયોલોજીસ્ટની ટીમે એવો દાવો કર્યો છે કે, આ ક્રેટર દુનિયાના સૌથી મોટા ઉલ્કા ક્રેટરમાંથી એક હોઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ઉલ્કા આશરે ૧૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર પડી હશે.

ઉલ્કાપાતથી બનેલા ખાડો પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઓરા બાંદાના ગોલ્ડફિલ્ડ્‌સની નજીક છે. આશરે પાંચ કિમીના વિસ્તારમાં ફેલાયેલા આ ક્રેટરને ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ગ્રેવિમેટ્રિક મેપિંગની મદદથી શોધવામાં આવ્યો છે. જીયોલજીસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહેલા ડો. જેસન મેયર્સુનું કહેવું છે કે, જે એસ્ટેરોઇડથી આ ક્રેટર બન્યો છે તેની સાઇઝ ૧૦૦ મીટરની હશે.

તેની સ્થિતિ અને ગાયબ થયેલા એલિમેન્ટ તથા કિનારે મળી આવેલી માટીના આધારે અંદાજો મેળવી શકાય કે, આ ક્રેટર ૧૦ કરોડ વર્ષ પહેલાંનો હશે. મેયર્સના મુજબ તપાસમાં જે સેમ્પલ્સ મળ્યા હતાં એ માત્ર ન્યૂક્લિયર બ્લાસ્ટ કે ઉલ્કાપાતથી પેદા થતાં ઘટકો હતા. ટેકનિકલી આ બાબત સાબિત થાય છે કે એસ્ટેરોઇડ આ જગ્યા પર પડ્યું હશે. સોના સાથે આ ઘટનાનો કોઇ સંબંધ નથી, પરંતુ ઉલ્કાપાતની આ ઘટનાને લીધે સોનુ આસપાસ વેરાઇ ગયું હોવાની સંભાવના છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.