ઉલ્ટા ચશ્માના એક મે હું સેક્રેટરીની મોતની ઉડી અફવા

મુંબઈ, સોશિયલ મીડિયા પર મોતની ખોટી ખબર ફેલાયા બાદ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો એક્ટર મંદાર ચાંદવડકર, જે આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવી રહ્યો છે, તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. એક્ટરે જણાવ્યું હતું, જે પ્રકારના રિપોર્ટ્સ છે તેનાથી વિપરીત તે સ્વસ્થ છે સુખી છે. લાઈવ વીડિયોમાં એક્ટર કહી રહ્યો છે કે ‘કેમ છો બધા? હું પણ કામ પર જ છું.
એક શખ્સે તેવા ન્યૂઝ ફોરવર્ડ કર્યા છે તે જાેઈને બાકીના લોકોને ચિંતા ન થાય તે માટે હું ફટાફટ લાઈવ આવ્યો છું. ફેલાવવામાં સોશિયલ મીડિયા આગ કરતાં પણ ઝડપી છે. તેથી, તે વાતની પુષ્ટિ કરવા માગુ છું કે હું સારી રીતે શૂટિંગ કરી રહ્યો છું અને મજા આવી રહી છે’.
તેણે ઉમેર્યું હતું કે, જેણે પણ આ કાંડ કર્યો છે તેને વિનંતી છે કે આવી અફવા ન ફેલાવો. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો ખુશ છે, સ્વસ્થ છે અને આનંદમાં છે, આગામી ઘણા વર્ષો સુધી અમે દર્શકોને મનોરંજન પૂરું પાડવાના છીએ.
તેથી, પ્લીઝ ફરીથી વિનંતી છે કે આવી અફવા ન ફેલાવો. આભાર, ધન્યવાદ, નમસ્કાર. આ સાથે કેપ્શનમાં લખ્યું છે ‘તે લોકો અફવા ફેલાવી રહ્યા છે તેમને તેમ ન કરવા માટેની વિનંતી છે. કોઈના મોતની ખોટી ખબર ફેલાઈ હોય તેવો મંદાર ચાંદવડકર પહેલો વ્યક્તિ નથી, આ પહેલા દિવ્યાંકા ત્રિપાઠી, મુકેશ ખન્ના, શ્વેતા તિવારી અને શિવાજી સતમ સહિતના કલાકારો તેનો ભોગ બની ચૂક્યા છે.
જે બાદ તેમણે ઈન્ટરવ્યૂ તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સમાચાર ખોટા હોવા અંગે સ્પષ્ટતા કરવી પડી હતી. મંદાર ચાંદવડકરની વાત કરીએ તો, TMKOCમાં તેને એક સીધા-સાદા શિક્ષક તરીકે દેખાડવામાં આવ્યો છે, જે ઘરે ટ્યુશન ક્લાસ ચલાવે છે. જાે કે, રિયલ લાઈફમાં એક્ટરની પર્સનાલિટી અલગ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતો રહે છે.SS1MS