ઉલ્ટા ચશ્માના બાઘાએ ૧૪ વર્ષ જૂનો ફોટો શેર કર્યો
મુંબઇ, પોપ્યુલર ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રો આજે લોકોના દિલમાં વસી ગયા છે. ત્યારે આ શૉમાં ‘બાઘા’ના પાત્ર તરીકે જાણીતા એક્ટર તન્મય વેકરિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા કેટલાંક જૂના ફોટોગ્રાફ્સમાં એક્ટર દિલીપ જાેષી ઉર્ફે ‘જેઠાલાલ’ અને અમિત ભટ્ટ ઉર્ફે ‘બાપુજી’ એકસાથે જાેવા મળી રહ્યા છે.
વર્ષ ૨૦૦૭ એટલે કે લગભગ ૧૪ વર્ષ જૂનો ફોટો શેર કરતા ‘બાઘા’ એટલે કે એક્ટર તન્મય વેકરિયાએ લખ્યું કે ‘ગુજરાતી નાટક ‘ડાહ્યા ભાઈ દોઢ ડાહ્યા’ની ટૂરની યાદો. આવી યાદો હંમેશાં માટે દિલમાં વસી જાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડની ટૂર પરના ગુજરાતી નાટક ‘ડાહ્યા ભાઈ દોઢ ડાહ્યા’ની આ યાદો છે.’
આ ફોટોગ્રાફમાં એક્ટર તન્મય વેકરિયા, દિલીપ જાેષી ‘જેઠાલાલ’ અને અમિત ભટ્ટ ‘બાપુજી’ એકસાથે જાેવા મળી રહ્યા છે. સાથે જ કોમલ ભાભીના રોલથી પ્રખ્યાત એક્ટ્રેસ અંબિકા રંજનકર પણ જાેવા મળી રહી છે.
આ સિવાય તન્મય વેકરિયાએ શેર કરેલા અન્ય એક ફોટોગ્રાફમાં પાછળની બાજુએ કોમલ ભાભી, પોતે તન્મય વેકરિયા અને આગળ એક્ટ્રેસ દિશા વાકાણી એટલે કે દયા ભાભી જાેવા મળી રહ્યા છે. આ સાથે જ પોસ્ટમાં લખ્યું છે કે સુપરહિટ ગુજરાતી નાટક કમાલ પટેલ ફ/જી ધમાલ પટેલ’ની વર્ષ ૨૦૦૮ની અમેરિકાની ટૂરની યાદો.
આ સિવાય શેર કરેલા અન્ય એક ફોટોગ્રાફમાં ઓસ્ટ્રેલિયાની નાટકની ટૂરના ફોટોમાં પાછળની બાજુએ ‘બાપુજી’ જ્યારે આગળની બાજુએ ‘જેઠાલાલ’ જાેવા મળી રહ્યા છે. અહીં નોંધનીય છે કે તન્મય વેકરિયાએ ૨ અઠવાડિયા પહેલા શેર કરેલા ફોટોગ્રાફમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો ‘અબ્દુલ’, ‘ઐયર’, ‘સુંદર’ એકસાથે જાેવા મળી રહ્યા છે. આ ફોટો ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરનો હોવાનું પોસ્ટમાં જણાવાયું છે.
ગુજરાતમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં ૧૫ વર્ષ સુધી કામ કર્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે તેનું જીવન જ બદલી નાખ્યું. આ શોએ માત્ર તેને લોકપ્રિયતા જ નહીં, પરંતુ પૈસા પણ આપ્યા.SSS