Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્માના ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાથી નિધન

મુંબઈ: દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક રીતે પોતાની અસર બતાવી રહી છે અને લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ રોજેરોજ દુઃખદ સમાચારો સામે આવી રહ્યા છે. હવે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ટપુનું પાત્ર નિભાવી ચૂકેલા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાથી નિધન થઈ ગયું છે.

તેઓ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લગભગ ૧૦ દિવસથી વેન્ટિલેટર પર હતા. વિનોદ ગાંધીના પરિવારમાં તેમના પત્ની યશોદા ગાંધી અને બે દીકરા નિશ્ચય ગાંધી અને ભવ્ય ગાંધી છે. ભવ્ય ગાંધીના પિતાના નિધનના અહેવાલથી તેમના પરિવાર તેમજ ફેન્સને મોટો આઘાત લાગ્યો છે. ભવ્ય ગાંધીના પિતા એક બિઝનેસમેન હતા. ભવ્યની માતા એક હાઉસ વાઈફ છે.

તેના મોટા ભાઈ નિશ્ચિય ગાંધીના લગ્ન થઈ ચૂક્યા છે. ભવ્ય ગાંધીએ પણ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો છે. બે દિવસ પહેલા ૯ મેએ ભવ્યના કઝિન અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ગોગીનો રોલ કરી રહેલા એક્ટર સમય શાહની બહેનના લગ્ન હતા. પિતાની તબિયત ખરાબ હોવાને પગલે ભવ્ય ગાંધીએ વર્ચ્યુઅલી રીતે જ સમારંભમાં ભાગ લીધો હતો.

ભવ્ય ગાંધીએ ૪ વર્ષ પહેલા ૨૦૧૭માં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ શો છોડી દીધો હતો. તે શોમાં જેઠાલાલ (દિલીપ જાેશી) અને દયાબેન (દિશા વાકાણી)ના પુત્ર ટપુનો રોલ કરી રહ્યો હતો. ભવ્ય ગાંધી વર્ષ ૨૦૦૮થી આ શોમાં હતો અને લગભગ ૯ વર્ષ તેણે ટપુનો રોલ કર્યો હતો. હાલમાં ટપુનો રોલ રાજ અનડકટ નિભાવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.