ઉલ્ટા ચશ્માની દયા ભાભીના લગ્નના ફોટો વાયરલ થયા
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ એક ખુબ જ લોકપ્રિય શો છે. એમાંય આ સીરિયલના દરેક પાત્રોને લોકો ખુબ પસંદ કરે છે. જ્યારે વાત આવે જેઠાલાલ અને તેમના પત્ની દયા ભાભી ની તો આ ઓન સ્ક્રીન જાેડીએ ટીવી સીરિયલના દૌરમાં એક ઈતિહાસ રચી દીધો. દયા ભાભી અચાનક આ સીરિયલમાંથી ગાયબ થઈ ગયા છે. એવામાં અચાનક સોશલ મીડિયામાં દયા ભાભી એટલેકે દિશા વાકાણીના લગ્નની કેટલીક તસવીરો વાયરલ થઈ ગઈ છે. ફોટો જાેઈને તમે પણ કહેશો કે આવા લગ્ન તો આપણે પણ નથી જાેયાં. એટલી શાનદાર રીતે કરવામાં આવ્યું હતું
લગ્નનું આયોજન. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના દયા ભાભી એટલેકે, દિશા વાકાણીના લગ્નની કેટલીક તસવીરો સોશલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. જેમાં દિશા લગ્નના જાેડામાં ખુબ જ સુંદર લાગી રહી છે. દિશા વાકાણીએ પોતાના લગ્નમાં સફેદ રંગની સિલ્કની સાડી પહેરી છે. જેની બોર્ડર અને આંચલ રેડ કલરનું છે. સાડી પર જરી કામ પણ કરવામાં આવેલું છે. પોતાના આ આઉટફિટને દિશા ખુબ સારી ઝ્વેલરીસાથે કેરી કરી રહી છે. બ્રાઈડલ મેકઅપ પણ સુંદર રીતે કરવામાં આવ્યો છે.
દિશા વાકાણીએ મયૂર પડિયા સાથે વર્ષ ૨૦૧૫ માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ દિશા એ સુંદર દિકરીની માતા બની. અને ત્યારથી જ તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જાેવા નથી મળી. દયા ભાભી એટલેકે, દિશા વાકાણી માતા બન્યા બાદ તારક મહેતા સીરિયલમાં જાેવા મળી નથી. અવારનવાર શો માં તેમના નામની ચર્ચા થતી જ રહે છે.
જેને કારણે ચાહકોના મનમાં એ આશા જાગેલી રહે કે, તેઓ પાછા આવશે. જાેકે, અત્યાર સુધી એવું થઈ શક્યું નથી. દિશા વાકાણીને આજે પણ તેમના ચાહકો યાદ કરે છે. તેમણે નિભાવેલી દયા ભાભીની ભૂમિકામાં તેમનો અભિનય આજે પણ યાદગાર છે. જાેકે, હાલના સમયમાં તેઓ પોતાના પરિવારને સમય આપી રહ્યાં છે. અને સોશલ મીડિયાથી દૂર છે.