ઉલ્ટા ચશ્માની બબીતાજીએ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા
મુંબઈ, મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી મનાવવામાં આવે છે. સેલેબ્સ પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે અને તેમની સેવા-પૂજા કરે છે. ગણેશ ઉત્સવ દરમિયાન ટીવી અને બોલિવુડના સેલેબ્રિટી શહેરના પ્રખ્યાત પંડાલમાં દર્શન કરવા માટે પણ જતા હોય છે.
ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગણેશ ચતુર્થી પર જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી બાપ્પાના દર્શન કરવા માટે મુંબઈના પ્રખ્યાત પંડાલમાં પહોંચી ગયા હતા. મુનમુન દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિઘ્નહર્તાના દર્શન કર્યાની કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં તે બે હાથ જાેડીને ભગવાન સમક્ષ સુખ-શાંતિની કામના કરતી જાેવા મળી રહી છે. ગણેશજીના આશીર્વાદ લેવા જતી વખતે હંમેશા વેસ્ટર્ન આઉટફિટમાં જાેવા મળતી મુનમુન દત્તાએ સૂટ-સલવાર પર પસંદગી ઉતારી હતી.
તસવીરોની સાથે એક્ટ્રેસે લખ્યું છે ‘અમારા બાપ્પા, મુંબઈના શેઠ, અહીંયા અમારી સાથે છે આ સિવાય મુનમુન દત્તાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે ગણપતિ બાપ્પાની આરતી ઉતારતી જાેવા મળી રહી છે. આ સાથે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ની બૂમો પણ પાડી રહી છે. ગણપતિના દર્શન કરીને મુનમુન ખૂબ ખુશ હોવાનું જણાઈ રહ્યું છે.SSS