Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્મામાં ફેને નવા દયાબેન લાવવાની માગ કરી

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. સીરિયલનું લોકપ્રિય પાત્ર દયાબેન (દિશા વાકાણી દ્વારા ભજવાયેલું) વર્ષ ૨૦૧૭થી ગાયબ છે. દિશા વાકાણી મેટરનિટી બ્રેક પર ગઈ તે બાદ શોમાં પાછી ફરી નથી અને ફેન્સ હવે તેની રાહ જાેઈને થાક્યા હોય તેમ લાગી રહ્યું છે.

તેથી, જ હવે ફેન્સ તેનું રિપ્લેસમેન્ટ શોધવાનું કહી રહ્યા છે. હાલમાં, જ સીરિયલના ડિરેક્ટર માલવ રાજદાની એક પોસ્ટ પર કોમેન્ટ કરતાં ફેને લખ્યું કે, ‘પ્લીઝ, નવી દયાને લઈ આવો સર આટલી રાહ જાેઈને પણ શું ફાયદો થશે તમે જ વિચારો બિચારા ફેન્સ દયા માટે ક્યારના રાહ જાેઈ રહ્યા છે. જેના જવાબમાં માલવ રાજદાએ કહ્યું કે, ‘હું વધારે કહીશ તો નવા ડિરેક્ટર લઈ આવશે.

આ બધુ મારા હાથમાં નથી. હું માત્ર શોને ડિરેક્ટ કરું છું. એક્ટર અને અન્ય બાબતોનો ર્નિણય હું લઈ શકતો નથી પરંતુ જે થાય છે તે સારા માટે જ થાય છે. લોકડાઉન બાદ, ટીઆરપી ચાર્ટમાં નવી સીરિયલોની એન્ટ્રી થતાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ગાયબ જાેવા મળી રહ્યો છે. શોમાં હાલમાં જ પ્લોટ દર્શાવવામાં આવી રહ્યો છે

તે લોકોને થોડો કંટાળાજનક લાગી રહ્યો છે. હાલમાં જ, એક સોશિયલ મીડિયા યૂઝરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અંગે ફરિયાદ કરી હતી. યૂઝરે ડિરેક્ટર માલવ રાજદાની ડિરેક્ટિંગ સ્કિલ પર સવાલ કર્યો હતો અને શોને ‘ત્રાસજનક’ ગણાવ્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘તમારું ડિરેક્શન મગજ ખરાબ કરી દે છે ભાઈ અને શો હવે ત્રાસદાયી થઈ ગયો છે’. યૂઝરે જેવો પોતાનો મત વ્યક્ત કર્યો કે માલવ રાજદાએ તરત જ આપ્યો હતો અને લખ્યું હતું કે, ‘ઓકે નોંધ લેવાઈ છે’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.