ઉલ્ટા ચશ્મા સાથે છેડો ફાડ્યા બાદ શૈલેષ નવા શોમાં જોવા મળશે

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતા’ના પાત્રમાં જાેવા મળેલા શૈલેષ લોઢા છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. છેલ્લા ૧૪ વર્ષથી તેઓ TMKOCનો ભાગ હતા અને હવે તેમણે શો સાથેથી છેડો ફાડ્યો છે. શૈલેષ લોઢા ખૂબ જલ્દી એક બ્રાન્ડ ન્યૂ શોમાં જાેવા મળવાના છે, જેનું નામ છે વાહ ભાઈ વાહ. એક્ટર નવી ચેનલ સાથે જાેડાવા ઈચ્છતા હોવાના રિપોર્ટ્સ હતા, ત્યારે એક્ટર જેવો કવિ પણ છે તેમણે તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.
આ શો વર્તમાન મુદ્દાઓ પર વ્યંગ સાથે કવિ સંમેલનના રૂપમાં કવિતા અને કોમેડીનો સંપૂર્ણ સમન્વય હશે. દેશભરના પ્રખ્યાત કવિઓમાંથી એક, શૈલેષ લોઢા હવે તેમના ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે અને ‘વાહ ભાઈ વાહ’ નામના નવા શોમાં જાેવા મળશે.
શો વિશે હજી સુધી વધારે માહિતી બહાર આવી નથી, પરંતુ જૂન ૨૦૨૨માં તે લોન્ચ થાય તેવી શક્યતા છે. શૈલેષ લોઢા માત્ર શો જ હોસ્ટ નહીં કરે પરંતુ દેશના અલગ-અલગ ભાગમાંથી આવેલા અન્ય ત્રણ કવિઓ સાથે હાસ્ય અને વ્યંગથી ભરપૂર કવિતાઓ પણ સંભળાવશે.
શોની રજૂઆત કવિ સંમેલન તરીકે થશે, જ્યાં અન્ય કવિઓ તેમના જાેક્સ અને પંચલાઈનથી ભરેલા પર્ફોર્મન્સથી તમને હસવા માટે મજબૂર કરી દેશે. શૈલેષ લોઢા લાંબા સમયથી ચાલી રહેલા શોને અલવિદા કહેવાના હોવાની એક્સક્લુઝિવ માહિતી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા એક મહિનાથી શૈલેષ લોઢા શૂટિંગ કરી રહ્યા નથી અને શોમાં પરત ફરવાનું તેમનું પ્લાનિંગ પણ નથી. તેઓ તેમના કોન્ટ્રાક્ટથી ખુશ નથી અને તેમને શોમાં તેમની તારીખનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનું લાગે છે.
બીજી તરફ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર આસિત મોદીએ તેમને આવી કોઈ વાતની જાણ ન હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘અમારા શોમાં મોટાભાગના એક્ટરો દસથી વધુ વર્ષથી કામ કરી રહ્યા છે. શૈલેષે શો છોડવાનું વિચાર્યું છે તે અંગે મને માહિતી મળી નથી અથવા અંદાજાે નથી.
જાે આ મુદ્દે કંઈ વાત આગળ વધશે તો તમને જરૂરથી જણાવીશ. અત્યારે તો અમે શોને વધુ રસપ્રદ બનાવવા તરફ કામ કરી રહ્યા છીએ. TMKOCમાં અત્યારસુધીમાં ઘણા કલાકારોની એન્ટ્રી અને એક્ઝિટ થઈ છે.
કોરોના મહામારી વખતે અંજલી ભાભીના પાત્રમાં જાેવા મળેલી નેહા મહેતા અને રોશન સોઢીના પાત્રમાં જાેવા મળેલા ગુરુચરણ સિંહે શો છોડ્યો હતો. જે બાદ તેમના સ્થાને અનુક્રમે સુનૈના ફોજદાર અને બલવિંદર સિંહને કાસ્ટ કરાયા હતા. આ સિવાય થોડા પહેલા ટપ્પુ ઉર્ફે રાજ અનડકટ પણ શો છોડવાના હોવાના રિપોર્ટ્સ હતા, પરંતુ પ્રોડક્શન હાઉસે તેને મનાવી લીધો હતો.SS1MS