ઉષા કપૂરે મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીત્યો
નવી દિલ્હી, તા. ૯ નવેમ્બરના રોજ દિલ્હી ખાતે યોજાયેલ બ્યુટી પેજેન્ટમાં શ્રીમતી ઉષા કપૂરે મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન ૨૦૨૧ માં મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીત્યો છે
અને આ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ફર્સ્ટ જનરેશન ઉદ્યમી ઉષા કપૂર ખુબજ ડાયનેમિક અને પોઝિટિવ વિચાર સરણી ધરાવતી વ્યક્તિ છે.
અને અપકેપ નામની સફળ કંપનીના પ્રમોટર છે. ૨૦૦૩ માં પ્લે સ્કૂલ થી તેમને પોતાની ધંધાકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
નાના બાળકોને તેમના નાનીઉમરે સારું ઘડતર અને કેળવણી મળી રહે તે ઉદ્દેશ સાથે આ કાર્યની શરૂઆત કરી હતી. તેઓ પોતે કોસ્મેટોલોજિસ્ટ છે. બ્યુટી અને વેલનેસ સેક્ટર પણ કાર્યરત છે.
તેઓ સ્કિલ ડેવલોપમેન્ટમાં પણ કાર્યરત છે અને આ સાથે આયુર્વેદિક પ્રોડક્ટ પણ બનાવે છે. તેઓએ ૨૦,૦૦૦ થી વધુ ગામડાની બહેનોને બ્યુટી અને વેલનેસ ક્ષેત્રમાં તાલીમ આપી આર્ત્મનિભર બનાવ્યા છે. તેમના કાર્ય ના કારણે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીએ તેમની સાથે એમઓયુ પણ સાઈન કરેલ છે.
અને તેમને સખી મંડળ દ્વારા બહેનોને ર્સ્વનિભર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે. આ વિશે જણાવતા ઉષા કપૂર કહે છે કે, આ ખિતાબ તેઓએ દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે અને આર્થિક રીતે સ્વાવલંબી અને પગભર કરવા બહુજ કામ લાગશે.