ઉસ્માનની કબરની સ્થિતિ જાેઈ આર્મીએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ૧૯૪૭-૪૮ના ભારત-પાક યુદ્ધમાં શહીદ થયેલા બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની કબર ક્ષતિગ્રસ્ત અવસ્થામાં જાેવા મળી છે. ત્યારબાદ ભારતીય સેનાના સૂત્રોએ કહ્યું કે સેના રાષ્ટ્રીય નાયકની કબરની દેખભાળ કરવામાં પૂરી રીતે સક્ષમ છે. તેઓએ કહ્યું કે બ્રિગેડિયર ઉસ્માન એક રાષ્ટ્રીય નાયક છે અને સેનાના વરિષ્ઠ અધિકારી તેમની કબરની સ્થિતિ જાેયા બાદ નિરાશ થયા છે. બ્રિગેડિયર ઉસ્માનની કબર જે કબ્રસ્તાનમાં છે તે દક્ષિણ દિલ્હીમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સેનાના એક સૂત્રે કહ્યું કે, કબર જામિયા મિલિયા ઈસ્લામિયાના ક્ષેત્રાધિકારમાં આવે છે તેથી કબરની સારસંભાળ માટે યુનિવર્સિટી પ્રશાસને જવાબદાર રહેવું જાેઈએ. જાે તેઓ તેની સાચવણી નથી કરી શકતા તો સેના યુદ્ધ નાયકની કબરની દેખભાળ કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.
બીજી તરફ, જામિયા મીલિયા ઈસ્લામિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, યુનિવર્સિટી કબ્રસ્તાનની દીવાલોની સારસંભાળ રાખવા અને સાફ-સફાઇ માટે જવાબદાર છે. જાેકે કબરોની દેખભાળ સંબંધિત પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે. નોંધનીય છે કે, બ્રિગેડિયર ઉસ્માનના નેતૃત્વમાં ભારતીય સેનાએ નૌસેરાને પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈને પાકિસ્તાની સેનાને જાેરદાર નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદથી જ બ્રિગેડિયર ઉસ્માનને ‘નૌસેરા કા શેર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ યુદ્ધ દરમિયાન જ ૧૯૪૯માં પુંછના ઝાંગડ વિસ્તારમાં પાકિસ્તાની સેના સામે લડતા તેઓ એક તોપના ગોળાની ઝપટમાં આવી ગયા હતા, જેના કારણે તેઓએ યુદ્ધના મેદાનમાં શહીદ થયા હતા.SSS