ઉ. કોરિયા ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે : કિમ જાેંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/kim-jong-scaled.jpeg)
નવી દિલ્હી: અમેરિકા સામે શિંગડા ભિડાવનાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગે પહેલી વખત જાહેરમાં સ્વીકાર્યુ છે કે, દેશ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
કોરિયાઈ મીડિયાના અહેવાલ પ્રમાણે કિમે પોતાની પાર્ટીના સભ્યોને કહ્યુ હતુ કે, દેશમાં ૧૯૯૦ના દુકાળ જેવી સ્થિત છે અને અત્યંત ગંભીર આર્થિક પરિસ્થિતિઓ સામે લડવા માટે બહુ મોટા પાયે મોરચો માંડવાની જરુર છે. આ પહેલા કિમે કહ્યુ કે ઉત્તર કોરિયા કોરોના વાયરસ, અમેરિકાના પ્રતિબંધો અને પ્રાકૃત્તિક સંકડો જેવા પરિબળો સામે લડી રહ્યુ છે
બહુ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યુ છે.જાેકે કિમ જાેંગે પહેલી વખત ઉત્તર કોરિયાની હાલની સ્થિતિની તુલના ૧૯૯૦માં પડેલા ભીષણ દુકાળ સાથે કરી છે.આ દુકાળમાં લાખો લોકો માર્યા ગયા હતા.
આમ કિમની ટિપ્પણીઓથી લાગે છે કે, ઉત્તર કોરિયામાં સ્થિતિ ગંભીર છે અને કિમના નવ વર્ષના શાસનકાળમાં દેશ સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યો છે.કિમે પોતાની પાર્ટીના સભ્યોને કહ્યુ હતુ કે, વર્કર્સ પાર્ટી ઓફ કોરિયા દ્વારા તમામ સ્તરે પાર્ટીના કાર્યકરોની સલાહ લેવામાં આવે અને એક કપરી લડાઈ લડવા માટે પાર્ટીના સભ્યો તૈયાર રહે.