Western Times News

Gujarati News

ઉ.પ્રદેશને વધુ એક નવા એરપોર્ટની ભેટ મળશે

પ્રતિકાત્મક

લખનઉ, ઉત્તર પ્રદેશને નવા એરપોર્ટની ભેટ મળવાની છે. પીએમ નરેન્દ્ર મોદી ૨૦ ઓકટોબરે તેનું ઉદ્ધાટન કરશે. કુશીનગર એરપોર્ટ પ્રદેશનું ત્રીજુ ઓપરેશનલ ઇંટરનેશનલ એરપોર્ટ થશે. આ દરમિયાન પીએમ મોદીના કુશીનગર પ્રવાસની તૈયારીઓ પુરી થઇ ગઇ છે.

પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન બૌદ્ધ ભિક્ષુકોની મુલાકાતનો કાર્યક્રમ પણ સામેલ છે. આ દરમિયાન વિદેશી ડેલીગેશન પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. પીએમ મોદીના બીજા કાર્યક્રમની વાત કરીએ તો ૨૫ ઓકટોબરે તેઓ સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે જઇ શકે છે.

વારાણસીમાં કેટલીક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. ભગવના બુદ્ધની મહાપરિનિર્વાણ સ્થળી પર બનેલા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણને અભૂતપૂર્વ બનાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે તેની તૈયારીઓનું નિરિક્ષણ લઇ રહ્યા છે.

સીએમ યોગી ગત મંગળવારે બપોરે હેલિકોપ્ટરથી એરપોર્ટ પર ઉતર્યા. જ્યાં તેમણે ટર્મિનલ બિલ્ડીંગમાં જિલ્લા વહીવટી તંત્ર, એરપોર્ટ ઓથોરિટી અને જનપ્રતિનિધિઓની સાથે બેઠક કરી.

ત્યારબાદ યોગી રોડ માર્ગથી મુખ્ય મહાપરિનિર્માણ મંદિર પહોંચ્યા અને પૂજા-અર્ચના કર્યા બાદ બરવા ફોર્મ પહોંચ્યા જ્યાં પીએમ મોદીની જનસભા થવાની હતી. તથાગત બુદ્ધ ની મહાપરિનિર્વાણ સ્થળી પર પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સીએમ યોગી આદિત્યનાથએ તૈયારીઓની કમાન સંભાળી લીધી છે. અત્યારે આઠ ઓક્ટોબરના રોજ તેમણે ગોરખપુર સર્કિટ હાઉસમાં કુશીનગરના જનપ્રતિનિધોની સાથે તૈયારી બેઠક કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.