ઊંઘમાં માતાના પગ નીચે ગૂંગળાઇ જવાથી બાળકનું મોત
રાજકોટ, શહેરમાં આઘાત પમાડનારી ઘટના સામે આવી છે. શહેરના નીલકંઠ પાર્કમાં રહેતા પરિવારનો ૪૦ દિવસનો દીકરાનું મોત થયું છે. માતાને શરદી થતા બાળકને ચેપ ન લાગે તે માટે પોતાના પગ પાસે સુવડાવ્યો હતો અન પોતે શરદીની દવા પીને સુઇ ગઇ હતી.
જેથી માતાના પગ નીચે ગુંગળાઇને જ વ્હાલસોયા બાળકનનું મોત થયું છે. જાેકે, આ વાતની જાણ થતા માતા સહિત પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રવિભાઇ જાનિયાણીનો પરિવાર રહે છે.
જ્યાં ગોઝારી ઘટના બની છે. તેમના ઘરે ૪૦ દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હતો. તેની માતાને શરદી થઇ હતી. જેથી તેનો ચેપ દીકરાને ન લાગી જાય તેથી તેણે પોતાના વ્હાલસોયાને કમરથી થોડો નીચે પગ પાસે સુવડાવ્યો હતો. રાતે ચાર વાગ્યાની આસપાસ પિતા રવિભાઇ જાગ્યા હતા. ત્યારે પત્ની પાસે સૂતેલા દીકરા પર ધ્યાન ગયુ હતુ. તે જાતાની સાથે જ તેમણે પત્નીને ઉઠાડી હતી.
૪૦ દિવસનો દીકરો માતા કાજલબેનના પગ નીચે દબાઇ ગયો હતો. તેને બહાર કાઠ્યો પરંતુ તે બેભાન થઇ ગયો હતો. જે બાદ તરત જ દીકરાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મૃત્યું નીપજ્યું હતુ. આ સાંભળતાની સાથે જ પરિવારમાં ભારે આઘાત વ્યાપી ગયો છે.
નોંધનીય છે કે, રવિભાઇ પૂઠા બનાવવાનું કારખાનું ધરાવે છે. ૪૦ દિવસ પહેલા જ દીકરાના જન્મના કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો જે માતમમાં છવાઇ ગયો હતો. થોડા દિવસ પહેલા અમરેલીના વડીયાના એક ગામમાં ૪ મહિનાના બાળકનું મોત નીપજ્યુ હતુ.
તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને વિવિધ રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. દોઢ માસના બાળકને પંચગુણી રસી અપાયા બાદ અચાનક તેની તબીયત લથડી હતી અને અડધી કલાકમા જ તે બાળકનું મોત થતા તંત્ર દોડતું થઇ ગયુ હતુ.
વડીયાના ઢુંઢીયા પીપળીયામા આરોગ્યની ટીમ દ્વારા રાષ્ટ્રીય રસીકરણ મમતા દિવસની ઉજવણી શાળામા કરવામા આવી હતી. અહીના રાહુલભાઇ ચુડાસમા અને તેની પત્ની પોતાના દોઢ માસના બાળકને લઇ રસી અપાવવા પહોંચ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા આ બાળકને પંચગુણી રસી આપવામા આવી હતી.SSS