ઊડતી ખિસકોલીની બે નવી પ્રજાતિ હિમાલયમાં મળી આવી
અભ્યાસના કારણે વૈજ્ઞાનિકોને વૂલી સ્ક્વોઇરલની પ્રથમ વર્ગીકૃત, જૈવ ભૌગોલિક સમીક્ષા કરવામાં સફળતા મળી
નવી દિલ્હી: વિશ્વમાં જીવ જંતુઓની લાખો પ્રજાતિ ઓળખી કાઢવામાં આવી છે. જ્યારે હજુ અનેક પ્રજાતિઓ એવી છે જેની ઓળખ થઈ શકી નથી. વિજ્ઞાનિકો આ દિશામાં સંશોધન કરી રહ્યા છે. ત્યારે ઊડતી ખિસકોલી એટલે કે ર્ુર્ઙ્મઙ્મઅ કઙ્મઐહખ્ત જૂેૈિિીઙ્મની બે નવી પ્રજાતિ સંશોધકોએ શોધી કાઢી હોવાનું જાણવા મળ્યું છે. જેનું વૈજ્ઞાનિક નામ યુપેટેરોસ સિનેરેઅસ છે. વૈજ્ઞાનિકોની ટીમે સંશોધન દરમિયાન શોધી કાઢ્યું કે, વૂલી ઉડતી ખિસકોલીની બે અલગ પ્રજાતિઓ છે,
જે હિમાલયની સૌથી ઊંચી જગ્યાઓ પર હજારો માઇલ દૂર વસે છે. અધ્યયનમાં નવી શોધાયેલ જાતિઓ વચ્ચેના તફાવત માટે મોર્ફોલોજિકલ પરીક્ષણો અને મોલેક્યુલર ફાયલોજેનેટિક વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લીનનિયન સોસાયટીના ઝૂઓલોજિકલ જર્નલમાં બે નવી પ્રજાતિઓનો અભ્યાસ ગયા અઠવાડિયે પ્રકાશિત થયો હતો. આ અધ્યયનમાં સામેલ વૈજ્ઞાનિકોના સમૂહમાં મુખ્ય વૈજ્ઞાનિક અને ઓસ્ટ્રેલિયાના ડિરેક્ટર ઓફ ધી ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર ક્રિસ્ટોફર એમ હેલગને પણ પોતાના સહયોગીઓ સાથે મ્યુઝિયમના નમૂનાની તપાસ કરી કેમેરા ટ્રેપ સહિતના સાધનોથી નજર રાખીને રહસ્યમય પ્રજાતિઓનું અધ્યયન કર્યું હતું.
નવી શોધાયેલ બે પ્રજાતિઓનું નામ તિબેટીયન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ(યુપેટૌરસ તિબેટેન્સિસ) અને યુનાન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ(યુપેટેરસ નિવામન્સ) છે. સંશોધનમાં ઉલ્લેખ કરાયો છે કે, તિબેટીયન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ ભારત, ભૂટાન અને તિબેટના વિસ્તારને આવરી લેતા હિમાલયના પ્રદેશમાં રહે છે.