ઊર્વશીએ ફોર્ચ્યુનર કાર આવી જાય તેટલી મોંઘી સાડી પહેરી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા ગ્લેમર વર્લ્ડની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે. એક્ટ્રેસના તીખા નૈન નક્શ અને ચુલબુલી સ્માઇલ તેમજ વાત કરવાની રીત દરેકને તેના પર લટ્ટૂ બનાવી દેવા પૂરતા છે. હાં, એ વાત અલગ છે કે આટલા બધા એક્સપોઝર પછી પણ ઉર્વશી ફેશનનિસ્ટાના લિસ્ટમાં તે જગ્યા નથી બનાવી શકી જે તેના પછી આવેલી એક્ટ્રેસીસે મેળવી છે. એક તરફ જ્યાં અભિનેત્રીના ક્યુટ લુક્સ ચર્ચામાં રહે છે. તો ક્યારેક ક્યારેક અલગ જ ડ્રેસિંગ સેંસના કારણે લોકોના નિશાને આવી જાય છે.
પરંતુ જ્યારે વાત સૌથી વધુ ફેશનેબલ દેખાવની આવે તો તેની પાછળ આ સુંદરી રુપિયા ખર્ચતા જરા પણ પાછી ફરતી નથી. હાલમાં જ કેટલાક દિવસો પહેલા ઉર્વશી નેહા કક્કડના લગ્નમાં ખૂબ જ મોંઘો લહેંગો પહેરીને આવી હતી. આવી જ રીતે ફરી એકવાર એક્ટ્રેસે એવા આઉટફીટને પસંદ કર્યું જેને લેવું તો દૂર તમે સપને વિચારી પણ શકો નહીં.
બોલરૂમ ગાઉનથી માંડીને વૈભવી લહેંગા, ઇયરિંગ્સથી માંડીને ભારે ઘરેણા સુધી તમામને પોતાના વોર્ડરોબના એક ભાગ બનાવી ચૂકેલી ઉર્વશી રાઉતેલાને નજીકથી જાણતા લોકો સારી રીતે જાણતા હશે કે એક્ટ્રેસ પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટને જાળવી રાખવા માટે લાખો રૂપિયા ખર્ચ કરતા અચકાતી નથી.
ઉર્વશી પોતાના પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે ૫૫ લાખ રૂપિયાની સાડી પહેરી હતી, જ્યારે હવે આ એક્ટ્રેસે પોતાના મિત્ર રાંઝા વિક્રમસિંહ અને સિમરન કૌરના લગ્નમાં સ્ટાઇલિશ સાડી પાછળ ૨૦ લાખ રૂપિયા સુધી ઉડાવી નાખ્યા. હકીકતમાં તે પોતાના ખાસ મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે પંજાબ આવી હતી, જેના માટે તેણે ડિઝાઇન કરેલી મિન્ટ ગ્રીન રફલ સાડી પસંદ કરી હતી.
ઉર્વશીની આ કસ્ટમ મેડ સાડીનો નીચેનો ભાગ ખૂબ જ સરળ હતો, જેને રેડીમેડ પ્લેટેડમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ચાંદીની ભાતને રફલ પલ્લુથી વણીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જેથી સાડીને એક રસપ્રદ ટિ્વસ્ટ મળી શકે અને તેની સાથે હેવી મેલિશ્ડ બ્લાઉઝ હતું. ઉર્વશીની આ શિફોન સાડીના બ્લાઉઝને એટ્રેક્ટિવ લૂક આપવા માટે હાથની જટિલ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી,
જેમાં હોલ્ટર નેકલાઇન સાથે સાથે પાછળની તરફ ફ્રન્ટ નોટ બનાવવામાં આવ્યો હતો. પોતાનો લુક પૂરો કરવા માટે ઉર્વશીએ સ્મોકી આઇ, બીમિંગ હાઇલાઇટર અને કોરલ લિપ શેડને સટલ મેકઅપ સાથે પસંદ કર્યો હતો, જેની સાથે મેસી બન અને કોહલ આંખ એક્ટ્રેસને સૌથી સુંદર બનાવવાની કોઈ તક છોડી રહી નહોતી.