Western Times News

Gujarati News

ઋષભ પંતે બેટ વિંઝતા દિનેશ કાર્તિક ગબડી પડ્યો

નવી દિલ્હી, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાયેલી આઇપીએલ ૨૦૨૧ની ૪૧મી મેચ દરમિયાન મોટી દુર્ઘટના ટળી ગઈ. કેકેઆરના વિકેટકીપર- બેટ્‌સમેન દિનેશ કાર્તીક ઋષભ પંતની છોકરમતના કારણે ખતરામાં પડી શકતો હતો.

પરંતુ તેના નસીબ સારા હતા કે તે કેટલાક ઇંચના અંતરથી બચી ગયો. મૂળે, ૧૭મી ઓવરમાં પંતે બોલને સ્ટમ્પ પર જતો રોકવા માટે એટલા જાેરદાર અંદાજથી બેટ વીંઝ્‌યું કે તેના વારથી બચવાના ચક્કરમાં દિનેશ કાર્તિક ગબડી પડ્યો. આ દૃશ્ય જાેઈને બોલર વરૂણ ચક્રવર્તીની આંખો પણ પહોળી થઈ ગઈ.

વરૂણ ચક્રવર્તીના પહેલા બોલને ઋષભ પંત ડ્રાઇવ કરવા માંગતો હતો, પરંતુ બોલ બેટના નીચેના ભાગ સાથે ટકરાઈ સ્ટમ્પ તરફ જવા લાગ્યો. કાર્તિક તેને પકડવાનો પ્રયાસ કરતાં આગળ આવ્યો. બિલકુલ એ સમયે જ ઋષભ પંતે બોલને રોકવા માટે પાછળની તરફ જાેયા વગર જ બેટ ખૂબ જ વેગથી ફેરવી દીધું. ઋષભ પંતે બેટ એટલું ઝડપથી વીંઝ્‌યું કે દિનેશ કાર્તિકને તેનાથી બચવાની તક જ ન મળી.

જાેકે, અહીં બંનેના નસીબ સારા રહ્યા. પંતનું બેટ કોઈ નુકસાન પહોંચાડ્યા વગર કાર્તિકની હેલ્મેટની નજીકથી પસાર થઈ ગયું. જાેકે, આ બધા દરમિયાન દિનેશ કાર્તિક બેલેન્સ ગુમાવીને નીચે ગબડી પડ્યો. ત્યારબાદ પંતે તેની માફી પણ માંગી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચની વાત કરીએ તો આઇપીએલની આ સીઝનની શરૂઆતથી જ ટોપ-૨માં રહેલી દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો.

કોલકાતાએ તેને ૩ વિકેટથી મ્હાત આપી. પહેલા બેટિંગ કરતાં દિલ્હીએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટ પર ૧૨૭ રન કર્યા. તેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૦ બોલ પહેલા જ ૭ વિકેટના નુકસાન પર ૧૩૦ રન બનાવી ટાર્ગેટને પાર કરી દીધો હતો. કેકેઆરની ટીમે નીતિશ રાણા અને સુનીલ નારાયણની વિસ્ફોટક બેટિંગથી ૧૮.૨ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

નરેને ૧૦ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ૨૧ રન બનાવ્યા હતા. જ્યારે નીતીશ રાણા ૩૬ રન બનાવી અણનમ રહ્યા હતા. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ હજુ બીજા નંબરે છે, જ્યારે કેકેઆર ૧૦ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.