ઋષિ કપુર મૃત્યુ પહેલા પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માગતા હતા
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેઓ આજે પણ તેમના ચાહકોના દિલમાં વસે છે. ઋષિ કપૂરે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી કેન્સર સામે લાંબી લડાઈ લડી હતી અને વર્ષ ૨૦૨૦માં તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
આજે ૩૦મી એપ્રિલે તેમની પુણ્યતિથિ છે. ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ પર તેમનો પરિવાર અને ચાહકો તેમને યાદ કરી રહ્યા છે. આજે આ અવસર પર તમને જણાવી દઈએ કે જ્યારે ઋષિ કપૂરે અચાનક તેમના પુત્ર રણબીર કપૂર અને ડિરેક્ટર અયાન મુખર્જીને તેમના લગ્ન વિશે સવાલો પૂછીને બધાને ચોંકાવી દીધા હતા.
આ સિવાય તેમણે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે મૃત્યુ પહેલા પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માંગે છે. વાસ્તવમાં વર્ષ ૨૦૧૮માં ઋષિ કપૂરે પોતાના ટિ્વટર પર રણબીર અને અયાન મુખર્જીની એક તસવીર શેર કરી હતી. જેના કેપ્શનમાં તેમણે લખ્યું- ‘બેસ્ટ ફ્રેન્ડ્સ, હવે તમે બંને લગ્ન કેવી રીતે કરશો? આ સારો સમય છે.’
જાે કે ઋષિ કપૂરની આ ટ્વીટ ફની હતી, પરંતુ રણબીર અને અયાનને આ ટ્વીટથી ખૂબ જ મજા આવી હતી. આ સિવાય તેમના ટ્વીટ પર ચાહકોએ દિલધડક પ્રતિક્રિયાઓ આપી હતી.
આ સિવાય ઋષિ કપૂરે મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રણબીર કપૂર જેની સાથે ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે, તેને પુત્રની પસંદગીમાં કોઈ સમસ્યા નથી. આ સાથે, અભિનેતાએ ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું કે તે મરતા પહેલા તેના પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માંગે છે.
આ સિવાય ઋષિ કપૂરે આલિયા અને રણબીર વચ્ચેના સંબંધો પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે – “જે પણ છે તે બધા જાણે છે. મારે આ વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરે તેમના પુત્ર રણબીરના લગ્નનું સપનું અને પૌત્ર-પૌત્રીઓ સાથે સમય વિતાવ્યા વિના આ દુનિયા છોડી દીધી.
ઋષિ કપૂરના મૃત્યુના લગભગ ૨ વર્ષ પછી, કપૂર પરિવારમાં ફરી એક ખુશીની ક્ષણ જાેવા મળી, જે તેમના પુત્ર રણબીરના લગ્ન હતા. રણબીરે તાજેતરમાં જ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. બંનેએ ૧૪ એપ્રિલે ઘર ‘વાસ્તુ’માં સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.
આલિયા-રણબીરના લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. જાે કે, પરિવારના સભ્યો અને દંપતીએ આ લગ્નમાં દિવંગત અભિનેતા ઋષિ કપૂરને જે રીતે યાદ કર્યા અને જે રીતે તેમને લગ્નમાં સામેલ કર્યા તે પ્રશંસનીય છે. કપલના લગ્નમાં એવી કોઈ ક્ષણ નહોતી, જેમાં ઋષિની ઝલક જાેવા ન મળી હોય.SSS