ઋષિ કપૂરની ડેબ્યૂ મેરા નામ જાેકરના ૫૦ વર્ષ પૂરા થયા

મુંબઈ: નીતૂ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્વર્ગીય પતિ ઋષિ કપૂરની તસવીરો શેર કરતાં રહે છે. આજે નીતૂ કપૂરે ફરી એકવાર ઋષિ કપૂરની તસવીર શેર કરી છે, જેનો પ્રસંગ કંઈક ખાસ છે. આજે ઋષિ કપૂરની ડેબ્યૂ ‘મેરા નામ જાેકર’ના ૫૦ વર્ષ પૂરા થયા છે. નીતૂ કપૂરે ઋષિ કપૂરની તસવીરોનો એક કોલાજ શેર કર્યો છે. જેમાં તમને ઋષિ કપૂરની જુવાનીથી માંડીને બોલિવુડના સફળ અભિનેતા બનવા સુધીનું ટ્રાન્સફોર્મેશન જાેવા મળશે. ઋષિ કપૂર જ્યારે ત્રણ વર્ષના હતા
ત્યારે પિતા રાજ કપૂરની ફિલ્મ શ્રી ૪૨૦ (૧૯૫૫)માં કેમિયો કર્યો હતો. ઋષિ કપૂર મ્યૂઝિકલ સીકવન્સ પ્યાર હુઆ ઈકરાર હુઆ’માં જાેવા મળ્યા હતા. ઋષિ કપૂરે ૧૯૭૦માં આવેલી ફિલ્મ ‘મેરા નામ જાેકરથી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. ઋષિ કપૂર પિતા દ્વારા અભિનિત લીડ કેરેક્ટરની યુવાનીનો રોલ કર્યો હતો. ઋષિ કપૂરની તસવીરો શેર કરતાં નીતૂ કપૂરે લખ્યું, મેરા નામ જાેકર ૧૮ ડિસેમ્બર ૧૯૭૦ના રોજ રિલીઝ થઈ હતી…આજે ફિલ્મોમાં તમારા ૫૦ વર્ષ પૂરા થયા હોત. નીતૂ કપૂરે આ પોસ્ટ મૂકતાની સાથે સેલેબ્સે કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું હતું.
ફિલ્મમેકર કરણ જાેહરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, મારા ફેવરિટ એક્ટર આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને લખ્યું, વાઉ, સુંદર તસવીરો. અદ્ભૂત એક્ટર. અમે સૌ તેમને યાદ કરીએ છીએ. જણાવી દઈએ કે, આ વર્ષે ૩૦ એપ્રિલના રોજ ઋષિ કપૂરનું અવસાન થયું હતું. ઋષિ કપૂર લગભગ બે વર્ષ સુધી કેન્સર સામે લડ્યા હતા. કેન્સરની સારવાર માટે એક વર્ષ તેઓ ન્યૂયોર્ક પણ રહ્યા હતા.
ઋષિ કપૂરના નિધનના સાત મહિના બાદ દીકરા રણબીર અને દીકરી રિદ્ધિમાના કહેવા પર નીતૂ કપૂરે ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. નીતૂ કપૂર હાલ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નીતૂ કપૂર સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. નીતૂ કપૂર, વરુણ ધવન, મનીષ પોલ અને ડાયરેક્ટર રાજ મહેતા કોરોના પોઝિટિવ આવતા આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું હતું. જાે કે, હવે કલાકારો સ્વસ્થ થતાં ચંડીગઢમાં બાકી રહેલું શૂટિંગ પૂરું કરાશે.