ઋષિ જે વાત જેવી હોય તે શબ્દોમાં તેને કહી દેતા હતાઃ કરીના કપૂર ખાન
મુંબઈ, કરીના કપૂર ખાન હાલમાં જ ફિલ્મફેરના કવર પર જોવા મળી હતી. થોડા દિવસ પહેલા જ કરીનાએ આ કવર માટે કરાવેલા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીર પતિ સૈફ અલી ખાને ક્લિક કરી હતી અને ફોટોશૂટ માટે કરીનાએ સૈફના શર્ટ પહેર્યા હતા. હવે કરીનાએ ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યૂમાં કાકા ઋષિ કપૂર વિશે પણ વાત કરી છે. જણાવી દઈએ કે, ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ ઋષિ કપૂરનું અવસાન થયું હતું. તેઓ બે વર્ષથી લ્યૂકેમિયાથી પીડાતા હતા. જેની સારવાર માટે એક વર્ષ જેટલો સમય યુએસમાં વિતાવ્યો હતો. ફિલ્મફેર સાથેની વાતચીતમાં કરીનાએ જણાવ્યું કે, તેમનો પરિવાર ઋષિ કપૂરના નિધનના આઘાતમાંથી કેવી રીતે બહાર આવ્યો.
કરીનાએ કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ચિંટુ અંકલ આખાબોલા હતા. જે વાત જેવી હોય તે જ શબ્દોમાં તેને કહી દેતા હતા. જો તેમને અમારા પર્ફોર્મન્સ ગમ્યા હોય તો તેઓ વખાણતા હતા અને ના ગમે તો મોં પર જ કહી દેતા હતા કે નથી ગમ્યા. સૈફ અલી ખાન અને કરીનાના ઋષિ કપૂર સાથે સંબંધો કેવા હતા તે વિશે પણ એક્ટ્રેસે વાત કરી છે. કરીનાએ કહ્યું, “સૈફ તેમને ખૂબ યાદ કરે છે કારણકે તે એક અલગ જ સ્તરે તેમની સાથે જોડાયેલો હતો.
સૈફ અને ચિંટુ અંકલ માનતા હતા તેઓ એકસમાન એક્ટર્સ છે. કમનસીબે મને ક્યારેય તેમની સાથે કામ કરવાની તક ના મળી. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને ઋષિ કપૂરે લવ આજકલ, હમ તુમ, થોડા પ્યાર થોડા મેજિક વગેરે જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ હોલિવુડ મૂવી ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિંદી રિમેક છે. આ સિવાય કરણની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં પણ હશે.SSS