ઋષિ માટે મિત્રોના મેસેજ જાેઈને નીતૂ કપુર ભાવુક થયા
મુંબઈ: દેશભરમાંથી આવેલા અકલ્પનીય ટેલેન્ટના કારણે ઈન્ડિયન આઈડલ સીઝન ૧૨ દર્શકોને મનોરંજન પીરસી રહ્યું છે. ઈન્ડિયન આઈડલના ટોપ ૧૦ કન્ટેસ્ટન્ટ્સ આ વીકએન્ડના એપિસોડમાં પાવર પેક્ડ પર્ફોર્મન્સ આપવાના છે. વીકએન્ડના એપિસોડમાં નીતૂ કપૂર મહેમાન બનીને આવવાના છે, જેથી તમામ કન્ટેસ્ટન્ટ્સ દિવંગત એક્ટર ઋષિ કપૂરના એવરગ્રીન સોન્ગ પર પર્ફોર્મન્સ આપશે. એપિસોડ દરમિયાન, દિવંગત એક્ટરના ખાસ મિત્રો જિતેન્દ્ર કપૂર, રાકેશ રોશન અને પ્રેમ ચોપરાએ મોકલેલો વીડિયો મેસેજ પ્લે કરવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મમેકર રાકેશ રોશને તેમની ઋષિ કપૂર પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી અને વીડિયોમાં તેમણે કહ્યું હતું કે,
‘ઋષિ કપૂર ખુલ્લા દિલના હતા અને સાચા વ્યક્તિ પણ હતા. આ જ કારણ છે કે અમારી મિત્રતા ૪૫ વર્ષ સુધી ટકી રહી અને આજે પણ મને તેની ગેરહાજરી વર્તાય છે. તેઓ સાચા અર્થમાં ઈન્ડિયન આઈડલ હતા અને હું તેમને ખૂબ જ મિસ કરૂં છું. તો વીતેલા જમાના સુપરસ્ટાર જિતેન્દ્ર કપૂરે વીડિયોમાં તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તેમને કેટલો યાદ કરું છું
તે લાગણીને વ્યક્ત કરી શકતો નથી. તેઓ હંમેશા મારા માટે ચિંટુ રહેશે. શ્રેષ્ઠ જીવનસાથી બનવા માટે, તેમને સંભાળવા માટે તેમજ આખા પરિવારને જાેડી રાખવા માટે હું નીતૂજીને સલામ કરું છું. પતિ ઋષિ કપૂરના નિધન બાદ નીતૂ કપૂર પહેલીવાર ટીવી પર દેખાયા છે અને આ એપિસોડ ઋષિ અને નીતૂ કપૂર સ્પેશિયલ રહેવાનો છે. કન્ટેસ્ટન્ટ્સ આશિષ અને સાયલી સ્ટેજ પર આશ્ચર્યજનક પર્ફોર્મન્સ આપવાના છે. તેમના પર્ફોર્મન્સ બાદ નીતૂ કપૂરે શેર કર્યું હતું કે, તેઓ ઋષિ કપૂરના વિંગ વુમન હતા અને જ્યાં સુધી તેમણે ડેટિંગ કરવાનું શરૂ ન કર્યું ત્યાં સુધી તેમને છોકરીઓને ઈમ્પ્રેસ કરવામાં મદદ કરતા હતા.