એંજેલિના જૉલીએ બ્રાડ પિટ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ
લૉસએંજેલસ: હૉલિવુડના સૌથી હૉટ કપલમાંના એક રહેલા એંજેલિના જૉલી અને બ્રાડ પિટના ડિવોર્સને લાંબો સમય વીતી ચૂક્યો છે. બંનેએ વર્ષ ૨૦૧૬થી જ અલગ રહે છે પરંતુ બાળકોની કસ્ટડી માટે હજુ પણ મામલો ફસાયેલો છે. રિપોર્ટ મુજબ કોર્ટમાં એંજેલિના જૉલીએ દાવો કર્યો છે કે તેની પાસે બ્રાડ પિટ સામે ઘરેલુ હિંસાના પૂરતા પુરાવા છે જેના પર કોર્ટે તેને અદાલતમાં રજૂ કરવા માટે કહ્યુ છે. રિપોર્ટ મુજબ બ્રાડ પિટનુ વર્તન બાળકો પ્રત્યે સારુ નથી અને જૉલી બાળકોની ભલાઈ માટે તેમની કસ્ટડી ઈચ્છે છે અને માટે કોર્ટ કેસ લડી રહી છે.
એંજેલિના જૉલી અને બ્રાડ પિટ હૉલિવુડના નામાંકિત સ્ટાર્સમાંના એક રહ્યા છે. બંનેનો સંબંધ હંમેશાથી છવાયેલો રહ્યો છે. જૉલી અને પિટનો પ્રેમ કોઈ ટીન એજ બાળકો જેવો નહોતો. આ બંનેએ એકબીજાના પ્રેમને પૂરા ૯ વર્ષ આપ્યા. બંને લિવ-ઈનમાં રહ્યા પછી વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા. ૩ બાળકોને જૉલીએ જન્મ આપ્યો છે અને … ૩ બાળકોને જૉલીએ જન્મ આપ્યો છે અને … આ દરમિયાન ૬ બાળકોના મા-બાપ બન્યા હતા પરંતુ ૧૧ વર્ષ સાથે વીતાવ્યા બાદ બંનેએ વર્ષ ૨૦૧૬માં અલગ થઈ ગયા અને આજે એકબીજા સાથે બાળકો માટે કોર્ટમાં લડી રહ્યા છે.
રિપોર્ટ મુજબ બંનેના અલગાવનુ કારણ પિટનો આશિક મિજાજ હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. જાે કે જૉલીએ કહ્યુ હતુ કે પિટ પિતાની ફરજ સારી રીતે નથી નિભાવી રહ્યા. તે બાળકો સાથે ઘણી ખોટી રીતે વર્તન કરતા હતા માટે તેણે ડિવોર્સ લીધા છે.
ઉલ્લેખનીય છે કે જ્યારથી પિટે જૉલી સાથે લગ્ન કર્યા ત્યારથી સમાચાર આવી રહ્યા છે કે પિટને હવે જૉલીમાં રસ નથી રહ્યો. તેનુ નામ લગ્ન બાદ ગ્વેનેથ પાલ્ટ્રો અને મેરિયન કોટિલૉર્ડ જેવી હસીનાઓ સાથે જાેડાઈ ચૂક્યુ હતુ.
એટલુ જ નહિ અમુક વિદેશી વેબસાઈટોએ તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે પિટ અત્યારે ગે રિલેશનશિપમાં છે જેના કારણે એંજેલિનાએ તેની સાથે ડિવોર્સ લઈ લીધા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા બ્રાડ પિટે વર્ષ ૨૦૦૦માં જેનિફર એનિસ્ટન સાથે લગ્ન કર્યા હતા પરંતુ ૨૦૦૫માં તે અલગ થઈ ગયા હતા. જૉલીના પિટ સાથે ત્રીજા લગ્ન હતા. આ પહેલા તેણે બિલી બૉબ થૉરટોન(૨૦૦૦-૨૦૦૩) અને જૉલી લી મિલર(૧૯૯૬-૧૯૯૯) સાથે લગ્ન કર્યા હતા.