એઆર રહેમાન સહિત આ દિગ્ગજ સુશાંત સિંહ રાજપૂતને મ્યૂઝીકલ ટ્રિબ્યૂટ આપશે

મુંબઈ: બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને પ્રશંસકો અને બોલિવુડ સ્ટાર્સ ભૂલી શકતા નથી. ૨૨ જુલાઈએ બપોરે ૧૨.૦૦ વાગે સુશાંતને મ્યૂઝીકલ ટ્રિબ્યૂટ આપવા માટે ડિઝની-હોટસ્ટાર અને સોની મ્યૂઝીક ઈન્ડિયાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ઓસ્કર એવોર્ડ વિનિંગ મ્યુઝિક કંપોઝ અને ડાયરેક્ટર એઆર રહેમાન સિવાય શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ, મોહિત ચૌહાણ, સુનિધી ચૌહાણ, શાસા તિરૂપતિ, જાેનિટા અને હૃદય ગટ્ટાની ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ના ગીત તારે ગીન ને શ્રેયા ઘોષાલ અને મોહિત ચૌહાણે ગાયું છે. જ્યારે મસખરીને સુનિધિ ચૌહાણ અને હૃદય ગટ્ટાનીએ ગાયું છે. થોડા દિવસો પહેલા બોલિવુડની લોકપ્રિય સિંગર નેહા કક્કડે સુશાંત સિંહ રાજપૂતને મ્યુઝિક ટ્રિબ્યૂટ આપ્યું હતું. નેહા કક્કડે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથનું ગીત ‘જાન નિસાર’ પોતાના અવાજમાં ગાઈને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ગીતને નેહા કક્કડે પોતાના યૂ ટ્યુબ પર શેર કર્યું છે.