એઇમ્સના ડાયરેકટર અમદાવાદ પહોંચ્યા, આજે મુખ્યમંત્રી સાથે બેઠક

અમદાવાદ, અમદાવાદની વર્તમાન અને વણસતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી રૂપાણીએ દેશના ટોચના ત્રણ ડોકટરોને મોકલવા માટે કેન્દ્રને અપીલ કરી હતી. શહેરની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ બાદ AIIMS ના ડિરેકટર ડો. રણદિપ ગુલેરિયા અને ડો. મનીષ સુરેજા એર ફોર્સના વિશેષ વિમાન દ્વારા ગઇકાલે રાત્રે શહેરમાં આવ્યા હતા. આજે સવારે આરોગ્ય સચિવ જયંતિ રવી સાથે સિવિલ તથા અન્ય હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ડોકટરો સાથે ને જરૂરી સૂચનાઓ આપી હતી. આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેઓ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરે તેવી સંભાવના છે.