AMTS આધુનિક બની: PayTMથી ટિકિટ લઇ શકાશે
(એજન્સી) અમદાવાદ, એક સમયે લાલ બસ તરીકેની દેશભરમાં પ્રતિષ્ઠા મેળવનાર એએમટીએસના જૂના ગૌરવશાળી દિવસો પાછા આવશે કે કેમ કે આજની સ્થિતિએ એ એએમટીએસ પર અબજાે રૂપિયાનું દેવું છે અને તે માત્ર અને માત્ર મ્યુનિ. તંત્રની કાખઘોડીથી ચાલી રહી છે. અગાઉ વિજય માલ્યા તો તેમના જ જંગી દેવાના કારણે દેશભરમાં વિવાદાસ્પદ બન્યા હતા, પરંતુ એએમટીએસ પણ જંગી દેવાના મામાલે વિજય માલ્યાની સ્પર્ધામાં ઊતરે તેમ છે. તેમ છતાં શાસકો તેને ફરી લોકપ્રિય બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
એએમટીએસના પેસેન્જર્સ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજથી લાગુ કરાઇ છે, જે અંતર્ગત પેસેન્જર તેમના મોબાઇલ ફોનની પેટીએમ એપથી જે તે રૂટની ટિકિટ બુક કરીને તેનું ઓનલાઇન પેમેન્ટ ચૂકવી શકશે. આનાથી પેસેન્જરને ટિકિટ મેળવવાની કડાકૂટમાંથી ખાસ્સી એવી રાહત મળશે.
પેટીએમ દ્વારા ટિકિટ મેળવવાની ડિજિટલ સિસ્ટમ આની પહેલા બીઆરટીએસમાં અમલમાં મૂકાઇ છે હવે આજથી એએમટીએસના પેસેન્જર્સને અપાશે. પેટીએમથી ટિકિટ મેળવનાર પેસેન્જર તેની ટિકિટ બસમાં કંડક્ટરને તેમજ ચેકિંગ દરમિયાન ફ્લાઇંગ સ્કવોડની ટીમને બતાવવાની રહેશે.
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ પેટીએમ પાસે રાતના ૧૨.૦૦ વાગ્યા સુધી તમામ પેસેન્જર્સની ટિકિટ ખરીદાયાની રકમ જમા રહેશે. પેટીએમ રાતના ૧૨.૦૦ વાગ્યે ભાડાની તમામ રકમને તંત્રની તિજાેરીમાં જમા કરાવાશે એટલે દરરોજ ભાડાની રકમના લાખો રૂપિયા પેટીએમને વગર વ્યાજે વાપરવા મળવાના હોઇ આ બાબત ભારે વિવાદાસ્પદ બની છે.
જાેકે પેટીએમથી પહેલી વખત ટિકિટ બુક કરાવનાર પેસેન્જરને આ કંપની દ્વારા સો ટકા કેશબેકનો લાભ અપાશે. અલબત્ત પેટીએમ કંપની તો એએમટીએસ તંત્રને પૂરેપૂરી રકમ ચૂકવશે. દરમિયાન આ અંગે એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને પૂછતા તેઓ કહે છે કે પેસેન્જર્સ ક્યૂઆર કોડ સ્કેન કરીને અન્ય એપ પરથી પણ રકમ પેટીએમમાં જમા થશે. આજે ૧૦ સીએનજી બસને પણ લીલીઝંડી દાખીને તેને જૂના રૂટ પર ફરતી કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તે ફેબ્રુઆરી મહિનામાં એએમટીએસ તંત્ર દ્વારા રોજની ૫૬૬. બસ રોડ પર ફરતી મુકાઇ હતી. એએમટીએસમાં દરરોજ આશરે ૨,૫૩,૧૮૪ પેસેન્જર્સ નોંધાયા હતા, જેનાથી તંત્રને દૈનિક રૂ.૧૫,૦૮,૭૨૨ની આવક થઇ હતી. કોરોનાનો ખોફ જવાથી એએમટીએસમાં પેસેન્જર્સ વધ્યા હતા. દરરોજ ૪૪૭ પેસેન્જરે બસદીઠ મુસાફરી કરતા તંત્રને બસદીઠ આશરે રૂ.૨૬૬૬નો વકરો થયો હતો.
એએમટીએસના ભાડા લાંબા સમથી યથાવત જળવાઇ રહ્યા છે, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસના ભાવવધારાને જાેતા અન્ય ક્ષેત્રોની જેમ જાહેર પરિવહન સેવા પણ મોંઘી થાય તેવા એંધાણ છે. આગામી તા. ૧ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી એએમટીએસના ભાડામાં રૂ.એકથી ચારનો વધારો થાય તેમ ચર્ચાઇ રહ્યું છે.
જાેકે શાસકોએ તો એએમટીએસના બજેટ દરમિયાન એક પણ રૂપિયાનો વધારો નહીં થાય તેવું લોકોને આશ્વાસન આપ્યું હતું. તેને જાેતાં આ વધારો ખરેખર અમલમાં આવે છે કે પછી અટકળોનો વિષય બને છે તે બાબત જાેવી રસપ્રદ બનશે.SSS