એએમટીએસ કમિટીમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂંક કરવા ચર્ચા

File photo
અમદાવાદ, અ.મ્યુ.ટ્રા.સ.માં તા.૧-૭-૨૦૦૦થી ટ્રાન્સપોર્ટ મેનેજરની જગા ખાલી છે. ઓગણીસ વર્ષના લાંબા ગાળા બાદ પણ ટ્રાન્સપોર્ટ મેનેજરની જગા ભરવામાં આવેલ નથી. આ સમય દરમ્યાન મ્યુ.કમિશ્નર દ્વારા જુદા-જુદા ડે.મ્યુ.કમિશ્નરોને અ.મ્યુ.ટ્રા.સ.નો વધારાનો હવાલો આપવામાં આવેલ છે. ડે.મ્યુ.કમિશ્નરોની પાસે જુદા-જુદા ઝોનની જવાબદારી હોય છે તેઓ અ.મ્યુ.ટ્રા.સ.ખાતે સમય ફાળવી શકતા ન હોઈ મહત્ત્વના કાગળો પર તેઓની મંજુરી મેળવવા અ.મ્યુ.ટ્રા.સ.ના અધિકારીઓને જે તે ડે.મ્યુ.કમિશ્નરની ક્ચેરીએ જવું પડે છે. તેના અનુસંધાને કામગીરીમાં વિલંબ થાય છે. અ.મ્યુ.ટ્રા.સ. જેવી વિશાળ સંસ્થામાં વડા તરીકે ટ્રાન્સપોર્ટ મેનેજરની જગા ખાલી હોય તે ઉચીત જણાતું નથી. તેનાથી સંસ્થાની પરિસ્થિતિ પર વિપરીત અસર પડે છે. આ સઘળું ધ્યાનમાં લઇ અ.મ્યુ.ટ્રા.સ.ના ધારા ધોરણ મુજબ ટ્રાન્સપોર્ટ મેનેજરની લાયકાત ધરાવનાર યોગ્ય વ્યક્તિની નિમણુંક કરવા માટે કમિટીમાં ઠરાવ કરવામાં આવેલ છે.