એએમસીઃ હવે પતિ-પત્નીના ફોટા સાથેના મેરેજ સર્ટીફિકેટની તજવીજ
(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા હવેથી પતિ-પત્નીના ફોટા સાથેના મેરેજ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે.રાજય સરકાર સાથે ચર્ચા કરાયા પછી તે માટેની વ્યવસ્થા ઉભી કરાશે. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમીટીના ચેરમેન જણાવ્યું હતું કે, મ્યુનિ.દ્વારા કાઢી આપવામાં આવતા મેરેજ સર્ટીફીકેટમાં પતિ-પત્ની બંનેનો ફોટો લગાવવામાં આવે જેનાથી કોઈ ખોટું મેરેજ સર્ટીફીકેટ કઢાવી શકશે નહી.
રાજય સરકાર સાથે ચર્ચા વિચારણા કરી અને ઝડપી અમલ થાય તે માટે કમીટીના સભ્ય દ્વારાશ સૂચન કરાયું છે. એએમસી અર્બન હેલ્થ સેન્ટરમાં તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા કરાશે. અમદાવાદમાં હવે રખડતા ઢોરની સાથે સાથે રખડતા કુતરાઓનો ત્રાસ પણ વધી ગયો છે. એએમસીને છેલ્લા દસ દિવસમાં રખડતા અને કરડતા કુતરાઓ અંગેની ર૧ર જેટલી ફરીયાદો મળી છે.
શહેરમાં રખડતા અને કરડતા કુતરાઓની દરરોજ ર૦ જેટલી ફરીયાદો મ્યુનિ.ને. મળતી હોવાનું જાણવા મળે છે. ગત મહીને રખડતા અને કરડતા કુતરાઓ અંગેની પ૬૧ જેટલી ફરીયાદ મળી હતી.
શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર બધા ટેસ્ટ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. તમામ ટેસ્ટ થાય તેના માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેનાથી લોકોને બહાર ટેસ્ટ કરાવવા જવું પડે નહીં.SSS