AMCના રોડ રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર મુદ્દે મેયરને આવેદન પત્ર અપાયું
અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા મેયરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં રોડ રસ્તા નબળી કામગીરી અને રોડ રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર આરોપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તાજેતરમાં રસ્તા બનાવવામાં આવ્યા હતા તેને લઈને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. વિરોધ પક્ષનુ કહેવું છે કે, ૯૩૪ કરોડના રોડની જાેગવાઈ માત્ર કાગળ પર જ થઈ છે.
એએમસીના રોડ રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર મુદ્દે મેયરને આવેદન૯૩૪.૭૫ કરોડમાં રોડના કામ માત્ર કાગળ પર જઅમદાવાદ શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન ૯૩૪.૭૫ કરોડના ખર્ચે ૬૬૬ નાના મોટા ખાડા પર રોડ બનાવવા માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું.
જે ચાલુ વર્ષના બજેટની કામગીરી પૂર્ણ થવાની માત્ર ૨ મહિના જ બાકી છે. તેમ છતાં ૩૫૦ કરોડના કામો કરી શક્યા નથી. તો સાથે સાથે ૯૩૪.૭૫ કરોડના રોડ પરના કામ હજુ માત્ર કાગળ પર જ મુકવામાં આવ્યા છે તેનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
ગત ચોમાસામાં પડેલા રોડ પર ખાડા થોડા દિવસ પહેલા જ પૂરવામાં આવ્યા હતા. તેમ છતાં તે રોડની હાલત બદતર જાેવા મળી રહી છે. નક્કી કરેલા સમયથી પણ વધારે કોન્ટ્રેક્ટર કરી રહ્યા છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો તેવું સાબિત માનવામાં આવી રહ્યું છે.
ભૂતકાળમાં રોડની પાંચ વર્ષની ગેરંટી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતી હતી. તેને ૧૦ ટકા રકમ ડીપોઝીટ રાખવામાં આવતી હતી. તે સમયમાં બનેલા રોડની હાલત હજુ સલામત છે. ત્યારે બીજી બાજુ ચોમાસામાં જ બનેલા રોડ બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યા છે.
જેથી અમદાવાદના મેયરને આવેદન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં જે રોડ રસ્તા ખરાબ છે. તેને જલ્દી સમારકામ કરવામાં આવે અને ગયા વર્ષના બજેટની રકમ હજુ સુધી વાપરવામાં આવી નથી. તે પણ વાપરવામાં આવે શહેરની જનતાને સારી કક્ષાના રોડ રસ્તા આપવામાં આવે તે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.HS