Western Times News

Gujarati News

એકતા કપૂર અને તેની માતા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

(એજન્સી)નવી દિલ્હી,એકતા કપૂર કે જે ફિલ્મ જગતમાં ઘણું જાણીતું નામ છે, તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માત્ર તેની સામે જ નહીં પરંતુ એકતા કપૂરની માતા શોભા કપૂર સામે પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પ્લેટફોર્મ અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત’ સીઝન ૬ સાથે જોડાયેલો છે. જેમાં એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે સિરીઝમાં સગીરા સાથેના અમુક આપત્તિજનક સીન હતા. જેના કારણે બંને હવે કાયદાની ઝપેટમાં આવી ગયા છે. બોરીવલીના યોગ ટીચર સ્વપ્નિલ રેવાજીએ ૨૦૨૧માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી ૨૦૨૧થી લઈ એપ્રિલ ૨૦૨૧ સુધી આ સિરીઝ સ્ટ્રીમ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.