Western Times News

Gujarati News

એકનાથ શિંદે એપિસોડમાં અજીત પવાર જેવી ઘટના ન થાય માટે વેઈટ એન્ડ વોચ નીતિ અપનાવી

મુંબઇ,મહારાષ્ટ્રમાં ૨૦૧૯માં અજીત પવાર સાથે ઉતાવળે સરકાર રચીને બાદમાં નાલેશી વહોરવાની ઘટનાનું પુનરાવર્તન ટાળવા ભાજપે એકનાથ શિંદેના એપિસોડમાં કોઈ ઉતાવળ કરવાને બદલે વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. વર્ષ ૨૦૧૯માં ભાજપે એન.સી.પી. નેતા અજીત પવાર સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લીધા હતા. પરંતુ માત્ર ૮૦ કલાકમાં જ તેમણે રાજીનામું આપવું પડયું હતું. જેના કારણે ભાજપને ભારે નામોશીનો સામનો કરવો પડયો બતો.

આ કડવા ઘુંટડાના અનુભવને કારણે આ વખતે ભાજપ જ્યાં સુધી કોઈ નક્કર શક્યતા ન દેખાય ત્યાં સુધી પોતાની જાતને દૂર રાખવા ઈચ્છે છે.
ભાજપને એવી પણ શંકા છે કે જ્યારે બળવાખોર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મુંબઈ પાછા ફરશે ત્યારે ઉધ્ધવ ઠાકરે કેમ્પમાં કેટલાક ધારાસભ્યો પાછા ફરી શકે છે. રાજસ્થાનમાં સચિન પાયલટ કેસમાં ભાજપને આવો અનુભવ થઈ ચૂક્યો છે. કોંગ્રેસે ત્યારે પોતાની અશોક ગેહલોત સરકારસબચાવવામાં સફળ રહી હતી.

તે જ તર્જ પર મહારાષ્ટ્રના કેસમાં શિવસેના અને એન.સી.પી. બળવાખોર ધારાસભ્યોને મુંબઈ પાછા ફરવાની રાહ જાેઈ રહ્યા છે. સૂચક રીતે શરદ પવારે કહ્યું છે કે જ્યારે બળવાખોરો મુંબઈ આવશે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જશે. ઉધ્ધવ ઠાકરેએ પણ શિવસેનાના ધારાસભ્યો એ મુંબઈ આવીને અમારી સાથે વાત કરવી જાેઈએ એવો આગ્રહ દાખવી રહ્યા છે.

એક તરફ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ એકનાથ શિંદેને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કે છે કે તેમની પાર્ટીને મહાવિકાસ આઘાડી સરકારની કટોકટી સાથે કોઈ લેવા દેવા નથી. આ શિવસેનાનો આંતરિક મામલો છે. અને ઉધ્ધવ ઠાકરેની નિષ્ફળતા છે તેઓ પોતાની પાર્ટીને પણ સંભાળી શક્યા નથી. જાે કે ભાજપ ઈચ્છે છે કે ઉધ્ધવ ઠાકરે પોતાની રીતે પડી જાય જેથી તેમના પર મરાઠી મુખ્ય પ્રધાને સત્તા પરથી હટાવવાનો આરોપ ન લગાવી શકાય. તેથી ભાજપ થોભો અને જુઓના મૂડમાં છે. અમે કોઈ ઉતાવળ બતાવવા માંગતા નથી.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.