એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી બનશે
મુંબઈ, મુંબઈમાં ગઈકાલ સાંજથી જ રાજકીય અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપ અને શિવસેનાનાં બાગી ધારાસભ્યોએ સરકાર રચવા માટે પ્રયાસો શરૂ કર્યા હતાં. અને આજે ભાજપનાં અગ્રણી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ બોલાવી ચોંકાવનારી જાહેરાત કરી હતી કે, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભાજપે સત્તાની લાલસામાં કોઈ જ કામ કર્યું નથી.
તેથી શિંદે જૂથને તેઓ ટેકો જાહેર કરે છે અને એકનાથ શિંદેને મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી બનાવવા માંગે છે. ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સર્જાયેલી રાજકીય અરાજકતા બાદ હવે હિંદુત્વ તથા સ્થિર સરકાર રચાય તે માટે ભાજપ સતત પ્રયત્નશીલ છે. નવી સરકારમાં શિંદે જૂથ ઉપરાંત ટેકેદાર અપક્ષ તથા અન્ય પક્ષનાં ધારાસભ્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.