Western Times News

Gujarati News

એકલતામાં ઘેરાયેલી વ્યક્તિ સંઘર્ષ પોતાનાં વિનાશનું કારણ બને છે

એકલતા અને એકાંતમાં ઘણો ફરક છે, એકલતા મનની એ અવસ્થા છે જેને આપણે માનસિક બીમારીનું નામ આપી શકીએ છીએ, જ્યારે એકાંત વ્યક્તિના આધ્યાત્મિક વિકાસની અવ્યવસ્થા છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના જણાવ્યા મુજબ ભારતમાં ર૦ કરોડથી વધુ લોકો ડિપ્રેશન સહિત અન્ય માનસિક બિમારીઓના શિકાર બન્યા છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં કામ કરનારા લગભગ ૪ર ટકા કર્મચારીઓ ડિપ્રેશનથી પીડાય છે. ડિપ્રેશન અને એકલતા ભારત સહિત સમગ્ર દુનિયા માટે એક મોટી સમસ્યા બન્યું છે. તેને માત્ર સમાજની જવાબદારી માનીને નજરઅંદાજ ન કરી શકાય.

એકલતામાં ઘેરાયેલી વ્યક્તિ સંઘર્ષ પોતાનાં વિનાશનું કારણ બને છે. તે જીવન વિશે ન વિચારીને મૃત્યુ વિશે વિચારે છે. ડોકટરને પોતાની દવાના બદલે પોતાનાં મૃત્યુની તારીખ પૂછવા લાગે છે. આ બીમારીની ગંભીરતા અને તેનાથી થતી પીડાને એ જ વ્યક્તિ સમજી શકે છે જે ખુદ તેનો શિકાર હોય.

ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ દુનિયાભરના યુવાનોના મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. તેનું સૌથી મોટું કારણ એકાકીપણું જ છે. આમ તો એકલતા કહેવા માટે માત્ર એક શબ્દ છે, પરંતુ લોકો તેને ગંભીરતાથી લેતા નથી. જાે કે હલની સ્થિતિને જાેતાં દુનિયાભરના દેશો અને સરકારોએ હવે તેને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું છે.

એકલતાનો શિકાર માત્ર એ વ્યક્તિ નથી થતી જે સમાજમાં એકલી રહે છે, પરંતુ એવા લોકો પણ થાય છે જે ભર્યા પરિવારમાં રહે છેે સગાં સંબંધીઓ સાથે રહે છે. મિત્રોથી ઘેરાયેેલા છે. છતાં પણ પોતાને એકલા અનુભવે છે. એકલતા અનુભવતી વ્યક્તિઓ તેમના જીવનનો ઉદ્દેશ પણ ભૂલી જાય છે. તેઓનું કોઈ લક્ષ્ય રહેતું નથી. સમાજ અને પરિવારથી તેઓ કપાતા જાય છે. આવી વ્યક્તિઓ ઠી થવા પણ ઈચ્છતી નથી કેમ કે તેઓ પોતાના જીવનથી ઉબાઈ ચૂકી હોય છે.

રિપોર્ટો પરથી જાણવા મળે છે કે કુંવારી વ્યક્તિઓના બદલે પરિણીત લોકો એકલતાના શિકાર વધુ હોય છે. મોટી મહામારીઓ અને યુધ્ધના સમયે પણ લોકોનાં જીવનમાં એકલતાની સમસ્યા વધી જાય છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુના એક સંશોધન મુજબ એકલતાથી વ્યક્તિની ઉંમર ઝડપથી ઘટે છે. તે એટલું જ ખતરનાક છે જેટલું અહેક દિવસમાં ૧પ સિગારેટ પીવાનું.

મોટી મોટી સમસ્યાઓ અને સંકટોથી ઘેરાયેલી વ્યક્તિ માત્ર એકલતાનો શિકાર થઈ જાય છે. મોટી મહામારીઓ અને યુધ્ધને સમયે પણ લોકોના જીવનમાં એકલતાની અસુરક્ષા વધી જાય છે. કોરના કાળમાં અને ખાસ કરીને લોકડાઉનના સમયમાં ઘણાં લોકોએ આવું અનુભવ્યું હતું. આ અવધિમાં લોકોનાં વ્યવહારમાં ઘણાં પરિવર્તનો આવ્યાં હતા. તેમાં ગુસ્સો, નારાજગી અને ઘૂટન વધતી ગઈ. આ જ ભાવના વ્યક્તિને એકલતાના અંધેરામાં ધકેલી દે છે.

એકલતા અને એકાંતમાં ઘણો ફરક છે. એકલતા મનની એ અવસ્થા છે જેને આપણે માનસિક બીમારીનું નામ આપી શકીએ છીએ. જ્યારે એકાંત વ્યક્તિના આધ્યાત્મિક વિકાસની અવસ્થા છે. આપણા ઋષિ મુનિઓ એકાંતમાં જ સાધના કરીને પોતાનો આધ્યાત્મિક વિકાસ કરતા હતા. મોટા મોટા સાહિત્યકાર, કલાકાર, લેખક, પત્રકાર અને વૈજ્ઞાનિકો પોતાના સર્જનાત્મક કાર્યો માટે એકાંતની તલાશમાં રહેતા હતા.  એકાંત સર્જનની જરૂરિયાત છે, પરંતુ એકલતા વિશાનું કારણ બને છે.

તાજેતરમાં જાપાનમાં એકલતા દૂર કરવા માટે એક મંત્રાલયની રચના કરવામાં આવી છે. તેનું નામ છે મિનિસ્ટ્રી ઓફ લોન્લીનેસ. જાપાનની જનસંખ્યા સાડા બાર કરોડ છે. તેમાં લગભગ ૬૩ લાખ વૃધ્ધ અને છ કરોડથી વધુ યુવાનો છે. કુલ જનસંખ્યાના પાંચ ટકા વૃધ્ધ છે અને પ૦ ટકા યુવાનો છે.

આ વૃધ્ધ વ્યક્તિઓ જ જાપાન માટે ચિંતાનો વિષય છે કેમ કેતેમની એકલતા દૂર કરવા કોઈ સાથે રહેતો નથી. જાપાન સરકારે બનાવેલું મંત્રાલય સ્કૂલો-કોલેજાે, ક્લબોમાં જઈને એકલતાના લક્ષણો ઓળખીને વ્યક્તિની એકલતાની સમસ્યાને દૂર કરવા પ્રયત્નો કરશે.

ર૦૧૮માં બ્રિટનમાં પણ આજ પ્રકારનું એક મંત્રાલય બનાવવામાં આવ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભારતમાં પણ આ જ પ્રકારે એક મંત્રાલય બનાવવામાં આવે. જેમ જાપાનમં બનાવવામાં આવ્યું છે.કેમ કે આત્મહત્યા જેવી ગંભીર સમસ્યા હવે એક મહામારીનું રૂપ લઈ રહી છે, જે દેશ અને દુનિયામાં ફેલાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.