Western Times News

Gujarati News

એકલા ડ્રાઇવિંગ કરતી સમયે માસ્ક પહેરવું જરૂરી, સરકારના આદેશ પર હાઇકોર્ટ નારાજ

પ્રતિકાત્મક

નવીદિલ્હી, હાઈ કોર્ટે દિલ્હી સરકારને કોવિડ-૧૯ના સંદર્ભમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવતા આદેશને વાહિયાત ગણાવ્યો હતો. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે આ ર્નિણય હજુ પણ કેમ લાગુ છે, તે દિલ્હી સરકારનો આદેશ છે તમે તેને પાછો કેમ નથી લેતા.

આ ખરેખર વાહિયાત છે.ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યુયમૂર્તિ જાસ્મીત સિંહની પીઠે કહ્યું શું તમે કારમાં બેસેલા છો તો તમારે માસ્ક પહેરવું જાેઈએ. બેન્ચે દિલ્હી સરકારના વકીલને કહ્યું કે આ આદેશ શા માટે પ્રચલિત છે ? તમે આ મુદ્દે સરકાર પાસે જવાબ લઇ એને સ્પષ્ટ કરો.

પીઠે આ ટિપ્પણી ત્યારે કરી જયારે દિલ્હી સરકારના વકીલે પોતાના માતા સાથે કારમાં બેસી કોફી પિતા માસ્ક નહિ પહેરવા માટે વ્યક્તિનું ચલણ કાપવાની ઘટના શેર કરી.સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વરિષ્ઠ એડવોકેટ રાહુલ મહેરાએ ૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ હાઈકોર્ટના સિંગલ જજના આદેશને ટાંકીને કહ્યું હતું કે તેમણે ખાનગી કાર ચલાવતી વખતે માસ્ક ન પહેરવા બદલ ચલણ લાદવાના દિલ્હી સરકારના ર્નિણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું કે કારમાં કોઈ બેઠું છે અને ૨૦૦૦ રૂપિયાનું ચલણ કાપવામાં આવી રહ્યું છે. સિંગલ જજનો આદેશ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્યારે ડીડીએમએમ ઓર્ડર પસાર કરવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ અલગ હતી અને હવે મહામારી લગભગ સમાપ્ત થઈ ગયો છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રાથમિક આદેશ દિલ્હી સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો હતો જેને પછી એક જજ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. મહેરાએ કહ્યું કે આ દિલ્હી સરકાર અથવા કેન્દ્ર સરકારનો આદેશ છે, તે ખરાબ આદેશ છે અને તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે ડિવિઝન બેન્ચે આદેશ રદ કરવો જાેઈએ.જસ્ટિસ સાંઘીએ કહ્યું કે જ્યારે તેમની સામે આદેશ લાવવામાં આવે ત્યારે જ તેઓ આ મુદ્દા પર વિચાર કરી શકે છે. બેન્ચે કહ્યું કે જાે તે આદેશ ખરાબ છે તો તમે તેને પાછો કેમ નથી લઈ લેતા.

ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક ન પહેરવા બદલ ચલણને પડકારનાર વકીલોની ચાર અરજીઓને ફગાવી દેતી વખતે સિંગલ જજનો ૨૦૨૧નો આદેશ આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કોવિડ-૧૯ના સંદર્ભમાં ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે.

વકીલોએ તેમની દલીલોમાં એવી દલીલ કરી હતી કે જિલ્લા મેજિસ્ટ્રેટ કે જેઓ દંડ લાદવાની સત્તા ધરાવે છે તેઓ અન્યને સત્તાઓ સબ-ડેલિગેટ કરી શકતા નથી. આ દલીલ સાથે અસંમત, સિંગલ જજે અવલોકન કર્યું હતું કે અધિકૃત વ્યક્તિઓની વ્યાખ્યા% સમાવિષ્ટ અને વ્યાપક પ્રકૃતિની છે તે કોઈપણ અધિકારીને ચલણ જારી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અધિકૃત કરવાની સત્તા પણ ધરાવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.