એકવાર ફરી વોટ્સએપ ભાજપની સાંઠગાંઠનો પર્દાફાશ થયો: રાહુલ
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે એકવાર ફરી ફેસબુક અને ભાજપના લિંકને લઇ મોદી સરકાર પર પ્રહારો કર્યા છે તેમણે ટાઇમ પત્રિકામાં ભાજપ અને ફેસબુકની લિંકને લઇ છપાયેલ રિપોર્ટનો હવાલો આપ્યો અને અભદ્ર ભાષા પર અંકુશ લગાવવામાં નિષ્ફળતાને લઇ હુમલો કર્યો હતો. પોતાના ટ્વીટમાં રાહુલે કહ્યું કે અમેરિકાની ટાઇમ મેગઝીને વોટ્સઅપ અને ભાજપની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યું છે. ૪૦ કરોડ ભારતીય તેનો ઉપયોગ કરેછે વોટ્સએપ ઇચ્છે છે કે તેનો ઉપયોગ વળતર કરવા માટે થાય જેના માટે મોદી સરકારની મંજુરીની જરૂરીયાત છે આ હેઠળ વોટ્સએપ પર ભાજપની પકકડ છે.
કોૌંગ્રેસે ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં કહેવાતા પૂર્વગ્રહની તપાસ કરવા અને દેશના ચુંટણી લોકતંત્રમાં સોશલ મીડિયાની ભારતની નેતૃત્વ ટીમના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે જયારે ભાજપે વિરોધ પક્ષના કટાક્ષ પર કહ્યું કે કોઇ પણ સંગઠન જાે તેમની કોંગ્રેસની પસંદનું કામ નહીં કરે તો તેના પર ભાજપ આરએસએસના દબાણમાં કામ કરવાનો આરોપ લાગે છે.HS