એક્ટર અમિતાભ બચ્ચને ભુલ કર્યા બાદ માંફી માગી
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી કવિતા પિતાની હોવાનું જણાવ્યા બાદ સત્ય જણાતા ટ્વીટ પર બીગ બીએ માફી માગી
મુંબઈ, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે કોરોના પોઝિટિવ થયા પછી હોસ્પિટલમાં એડમિટ હતાં. આ પછી પણ, તે પોતાના ચાહકોને અપડેટ કરતાં રહ્યાં હતા. બિગ બીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી હતી. તેમણે ભૂલથી આ કવિતાનો શ્રેય તેમના બાબુજીને આપ્યો. આ પછી તેમણે માફી માંગવી પડી.અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું, સુધારણાઃ ગઈ કાલે ૩૬૧૭ પર કવિતા છપાઈ હતી, તેના લેખક બાબુજી નથી. તે ખોટા હતા. તે કવિ પ્રસૂન જોશી દ્વારા રચિત છે. હું આ માટે દિલગીર છું.
આ એમની કવિતા છે.અમિતાભ બચ્ચને માફી માંગતાની સાથે જ ટિ્વટર પર તેના ચાહકો સમર્થનમાં બહાર આવ્યા. ચાહકોએ તેમને તાણ ન લેવાનું કહ્યું. અમિતાભ બચ્ચનને થોડા દિવસો પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમના પુત્ર અભિષેકની હાલ નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમિતાભ બચ્ચન હાલમાં કોરોના નેગેટિવ આવ્યા છે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે અભિષેક બચ્ચન હાલ પણ કોરોનાની સામે જંગ લડી રહ્યા છે.SSS