Western Times News

Gujarati News

એક્ટર મનોજ તિવારીએ દીકરીનું નામ સાન્વિકા પાડ્યું

મુંબઈ: વિશ્વના મોટાભાગના લોકો ૨૦૨૦ને એક એવા વર્ષ તરીકે યાદ રાખશે, જેણે તેમના જીવનને સ્થિર કરી દીધું હતું. પરંતુ મનોજ તિવારી માટે નહીં. ગયું વર્ષે એક્ટર અને નેતા મનોજ તિવારી માટે એક નહીં પરંતુ બે-બે ખુશીઓને લઈને આવ્યું.

તેમણે ૨૦૨૦ના એપ્રિલમાં સુરભી સાથે બીજીવારના લગ્ન કર્યા અને ૩૦મી ડિસેમ્બરે તેમને ત્યાં બીજા સંતાન-દીકરીનો જન્મ થયો. મનોજ તિવારીનું કહેવું છે કે, આશરે ૨૦ વર્ષ બાદ તેઓ ફરીથી પિતૃત્વનો આનંદ લઈ રહ્યા છે.

તેમની ખુશીમાં જાે કોઈ વાતે વધારો કર્યો હોય તો એ છે કે, તેમની નવજાત દીકરીનું નામ પહેલા લગ્નથી થયેલી દીકરી રિતિએ પાડ્યું છે. તેમણે કહ્યું કે, તે અદ્દભુત લાગી રહ્યું છે કે, મારી મોટી દીકરીએ નાનીનું નામ પાડ્યું છે.

રિતિએ અમને પહેલાથી જ કહી દીધું હતું કે, તે તેની બહેનનું નામ સાન્વિકા પાડશે અને અમે તેના ર્નિણયને માન આપ્યું હતું. તે મા લક્ષ્મીના ઘણા બધા નામોમાંથી એક છે. સંયોગ રીતે, રિતિ દેવી દુર્ગાનું બીજું નામ છે. તેથી હવે મારા જીવનમાં મારી પાસે બે દેવીઓ છે.

રિતિના જન્મ દરમિયાન તેઓ તેની પાસે ન હોવાથી તેમને ઘણો પસ્તાવો થયો હતો. જેઓ કે આ વખતે તેઓ હાજર રહેશે તેવી ખાતરી કરી હતી. ૨૦૦૧માં જ્યારે રિતિનો જન્મ થયો ત્યારે મને પિતા બનવાનું મહત્વ નહોતું સમજાયું.

તબ હમ ખુદ હી હોશ સંભાલ રહે થે, દુનિયાકો સમજને કી કોશિશ કર રહે થે ઔર કિતાબી ગ્યાન સે બહાર નિકલ રહે થે. મેં રિતિને તેના જન્મના ત્રણ દિવસ બાદ જાેઈ હતી, કારણ કે હું શૂટિંગના કારણે બહાર હતો. હા, મને તે વાતનો પસ્તાવો થયો હતો.

હું અજ્ઞાનતામાં હતો. મને તે સમયે થતું હતું કે, કામ મિસ ન થવું જાેઈએ. જાે કે, આ વખતે હું મારી પત્ની સુરભીની ડિલિવરી દરમિયાન તેની સાથે હતો. સૌથી સારી વાત એ હતી કે રિતિ પણ મારી સાથે હતી.
રસપ્રદ વાત એ છે કે, રિતિએ જ પિતા મનોજ તિવારીને બીજા લગ્ન કરવા માટે સલાહ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.