Western Times News

Gujarati News

એક્ટર વિરાફ પટેલ-સલોની ખન્નાએ કોર્ટ મેરેજ કર્યા

મુંબઈ: એક્ટર વિરાફ પટેલ અને એક્ટ્રેસ સલોની ખન્ના હવે પતિ-પત્ની બની ગયા છે. નામકરણ સીરિયલના એક્ટર વિરાફ અને સલોનીએ મુંબઈની બાંદ્રા કોર્ટમાં આજે (૬ મે) લગ્ન કર્યા છે. હાલ ચાલી રહેલી મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોને જાેતાં કપલે કોર્ટ મેરેજ કર્યા છે. લગ્ન માટે સલોનીએ સિમ્પલ ઓફ-વ્હાઈટ રંગની સાડી પર પસંદી ઉતારી જ્યારે વિરાફે મેચિંગ કલરનો સૂટ પહેર્યો હતો. વિરાફ અને સલોનીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સગાઈ કરી હતી.

કપલનું માનવું છે કે, સાદગીથી સેરેમની પૂરી કરવાથી આ સમયમાં કોઈનો જીવ પણ જાેખમાતો નથી. જાે કે, કપલે જણાવ્યું કે, આ અનિશ્ચિત સમયમાં લગ્ન કરવાથી તેમના જીવનમાં નવી આશા અને નિશ્ચિતતાનો સંચાર થયો છે. વિરાફ અને સલોનીના લગ્ન દરમિયાન બંનેના પરિવારમાંથી કોઈ હાજર નહોતું રહ્યું. કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે બંને પરિવારો સુરક્ષિત રહે તે માટે કપલે આ ર્નિણય કર્યો હતો.

અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક્સક્લુઝિવ વાત કરતાં વિરાફે કહ્યું, “અમે બંનેએ અમારા માતાપિતા અને પરિવારજનોને મનાવ્યા કે આવી બિહામણી પરિસ્થિતિમાં તેઓ અમારી સાથે ના આવે. લગ્ન દરમિયાન અમે બંને અને અમારા ત્રણ મિત્રો હતા જેઓ કોર્ટ મેરેજ માટે સાક્ષી પણ હતા.

તેમાંથી બે મિત્રો બે અઠવાડિયા પહેલા જ કોવિડથી રિકવર થયા છે અને ત્રીજાએ કોવિડ વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે. રસપ્રદ વાત તો એ હતી કે, વિરાફે સલોનીને રિંગ આપવાને બદલે રબરબેન્ડ આપ્યું હતું. “આ સમયમાં હું તેના માટે રિંગ ના લાવી શક્યો કારણકે ઉપલબ્ધ નહોતી.

માટે મેં તેની આંગળીમાં રિંગના બદલે રબરબેન્ડ પહેરાવી દીધું”, તેમ હસતા હસતા વિરાફ કહે છે. સલોનીએ ઉમેર્યું, “હું ચિંતાતુર, આશાવાદી અને ઉત્સાહી- એકસાથે આ ત્રણેય છું! આ લગ્ન મેં વિચાર્યા હતા તેના કરતાં પણ વધુ યાદગાર રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.