એક્ટર સાહિલ આનંદની પોસ્ટ જાેઈ ફેન્સ ગભરાયા
મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર સ્ટુડન્ટ ઓફ ધ યર તેમજ સીરિયલ ‘કસૌટી જિંદગી કી ૨’માં જાેવા મળેલા સાહિલ આનંદે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ લખી છે, જેને વાંચીને તેના ફેન્સ ગભરાઈ ગયા છે અને ટેન્શમાં આવી ગયા છે. ફેન્સ એક્ટરની તબિયત પૂછી રહ્યા છે અને તેને મજબૂત રહેવા માટે પણ કહી રહ્યા છે.
સાહિલ આનંદનીા પોસ્ટ જાેઈને લાગ રહ્યું છે કે, આ સમયે તે માનસિક રીતે તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ માનસિક હેલ્થ તરફ ઈશારો કરી રહી છે. એક્ટરે થોડા સમય માટે પોતાને બધાથી દૂર કરવાનો ર્નિણય લીધો છે.
એક્ટરે પોસ્ટમાં લખ્યું છે આશા છે કે તમે તમામ લોકો ઠીક હશો. હું ઈચ્છું છું કે, મારા તમામ પ્રિયજનો પોતાનું ધ્યાન રાખે કારણ કે થોડા સમય માટે મેં ઈનએક્ટિવ રહેવાનો ર્નિણય લીધો છે. મને ઠીક લાગી રહ્યું નથી. એવું લાગી રહ્યું છે કે જાણે હું, હું છું જ નહીં. છેલ્લા કેટલાક મહિના મારા માટે મુશ્કેલ રહ્યા છે. હાલ મને સ્પેસ જાેઈએ છે. મને એવું લાગી રહ્યુ છે કે જાણે હું ખોવાઈ ગયો છું. અલગ-અલગ હોવાનું અનુભવી રહ્યો છું.
આગળ તેણે લખ્યું છે ક્યારેક ક્યારેક તમારું પેશન જ તમારા માટે સૌથી ખરાબ સપનું બની જાય છે. મિત્રો, મેન્ટલ હેલ્થ ખૂબ જરૂરી છે. ક્યારેક-ક્યારેક કેટલીક વસ્તુઓ એટલી અસર કરે છે કે આપણે તેને વધારે નજીક કરી લઈએ છીએ. મને નોર્મલ ફીલ કરવાનો ઘણો પ્રયાસ કર્યો
પરંતુ તે વધારે ખરાબ થતું જઈ રહ્યું છે.સાહિલ આનંદની આ પોસ્ટ જાેઈને ફેન્સથી લઈને તેના મિત્રો પણ ડરી ગયા છે અને તેની હિંમત વધારી રહ્યા છે. શાર્દુલ પંડિત, અધ્વિક મહાજન, અંજુમ ફકીહ અને અન્ય સેલેબ્સ તેને પોઝિટિવ રહેવાનું કહી રહ્યા છે. ફેન્સ પણ તેને પોતાનું ધ્ચાન રાખવાની મજબૂત રહેવાની સલાહ આપી રહ્યા છે. સાહિલ આનંદ અને તેની પત્ની રંજિત ૧૪મી એપ્રિલે દીકરાના માતા-પિતા બન્યા હતા. જેનું નામ તેમણે સાહરાજ પાડ્યું છે.