Western Times News

Gujarati News

એક્ટિંગ છોડવાની ચર્ચા વચ્ચે ઈમરાન જાહેરમાં દેખાયો

મુંબઈ: ૨૦૦૮માં ફિલ્મ જાને તુ યા જાને નાથી બોલિવુડમાં ડેબ્યૂ કરનાર એક્ટર ઈમરાન ખાન છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. ઈમરાન ખાનના નજીકના મિત્ર અક્ષય ઓબેરોયે હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઈમરાન એક્ટિંગ છોડીને રાઈટિંગ અને ડાયરેક્શન પર ધ્યાન કેંદ્રિત કરવા માગે છે. અક્ષય ઓબેરોયે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, હાલ તો ઈમરાને એક્ટિંગ છોડી દીધી છે. મને ખબર છે ત્યાં સુધી ઈમરાનની અંદર એક શ્રેષ્ઠ લેખક અને નિર્દેશક છે. મને નથી ખબર કે તે પોતાની પહેલી ફિલ્મ ક્યારે ડાયરેક્ટ કરશે,

હું તેને કોઈ દબાણ પણ નહીં કરું પરંતુ એક મિત્ર તરીકે મને લાગે છે કે જલદી જ ઈમરાન ફિલ્મ ડાયરેક્ટ કરશે. મને ખબર છે કે, ઈમરાન જ્યારે પણ ડાયરેક્શન કરશે ત્યારે તે ગજબની ફિલ્મ બનાવશે કારણકે સિનેમાને લઈને તેને સેન્સિબિલિટી અને સમજ ખૂબ સરસ છે. આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાને બોલિવુડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પગ મૂક્યો હતો. કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વો હી સિકંદર’માં ઈમરાને ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. ત્યારે એક્ટિંગ છોડી દીધી હોવાની ચર્ચા વચ્ચે ઈમરાન પહેલીવાર તેના ઘરની બહાર જોવા મળ્યો હતો. સ્ટાઈલિશ કેઝ્‌યુઅલ આઉટફિટમાં ઈમરાન ખાન પાપારાઝીના કેમેરામાં કેદ થયો હતો.

ઘરની બહાર કેદ થયેલા ઈમરાને ફોટોગ્રાફર્સ સામે હાથ હલાવ્યો હતો અને પોઝ પણ આપ્યા હતા. ઈમરાન ખાન એક્ટિંગ ઉપરાંત તેની પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં છે. ઈમરાન અને તેની પત્ની અવંતિકા ૨૦૧૯થી અલગ રહે છે. ઈમરાન અને અવંતિકાનું લગ્નજીવન ભંગાણના આરે છે.

ત્યારે ઈમરાનનો એક્ટિંગ છોડવાનો ર્નિણય પણ પતિ-પત્ની વચ્ચે વણસેલા સંબંધોના કારણો પૈકીનું એક માનવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ઈમરાનના સસરાએ એક્ટિંગ છોડવાના ર્નિણય વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, સાચું કહું તો આ ઈમરાનનો અંગત ર્નિણય છે અને મારા વિષયની વાત પણ નથી. પરંતુ હા ઈમરાન ફિલ્મ સ્કૂલમાં ગયો ત્યારથી તેને એક્ટિંગ કરતા વધારે રસ ડિરેક્શનમાં હતો. હવે તે આ દિશામાં કામ કરી રહ્યો છે તો તેને સંભવ પણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.