એક્ટિવાની ચોરી કરતી ૨૦ વર્ષની યુવતીની કળા CCTVમાં કેદ થઈ
રામોલમાં ધોળા દિવસે વેપારીની દુકાન બહારથી એક્ટિવા ચોરી યુવતી ફરાર
અમદાવાદ, શહેરમાં વાહનચોરી કરવાનોઈજારો હવે માત્ર પુરુષો પૂરતો સીમિત રહ્યો નથી કારણ કે હવે મહિલાઓએ પણ વાહન ચોરીના ગુનામાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. ત્યારે શહેરના રામોલ વિસ્તારમાં એક લેડી ચોર જાેવા મળી છે.
જે વેપારીનાં એક્ટિવાની ચોરી કરીને ફરાર થઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાેકે ચોરીની ઘટનાની તસવીરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. રામોલ પોલીસ હવે તેના આધારે લેડી ચોરીને શોધી રહી છે.
સાંભળવામાં ભલે અજીબ લાગે પણ અમદાવાદમાં પણ હવે લેડી ચોરી સક્રિય થઈ ગઈ છે. તે આરામથી વાહન ચોરી કરી રહી છે. ઓઢવમાં આવેલ રાજીવનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ કરનોથે એક યુવતી વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. રાજેન્દ્રસિંહ વસ્ત્રાલમાં આવેલ માજિશા પાર્લર નામથી ડેરી ચલાવે છે.
થોડા દિવસ પહેલાં રાજેન્દ્રસિંહ તેમનું એક્ટિવા લઈ પાર્લર પર ગયા હતા. તે વખત તેમણે દુકાનની સામે જાહેરમાં એક્ટિવા પાર્ક કર્યું હતું. આ સમયે રાજેન્દ્રસિંહ તેમના ધંધામાં વ્યસ્ત હોવાથી એક્ટિવા પર તેમની નજર પડી ન હતી. સાંજના સમયે જ્યારે એક્ટિવા લેવા ગયા ત્યારે તેમનું એક્ટિવા ગાયબ જાેઈને ચોંકી ગયા હતા.
તેમણે આસપાસ તપાસ કરી પરંતુ તેમને એક્ટિવા મળી ન આવતાં તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજેન્દ્રસિંહે આસપાસમાં લાગેલા સીસીટીવી જાેયા હતા. જે જાેઈને તેઓ ચકિત રહી ગયા હતા. સીસીટીવી કેમેરામાં જાેવા મળે છે કે બપોરના લગભગ ત્રણ કલાકે વીસ વર્ષીય એક યુવતી ત્યાં આવે છે.
પલવારમાં એક્ટિવા લઈ જતી નજરે પડી રહી છે. હાલ પોલીસ સીસીટીવી દ્વારા લેડી ચોરને શોધી રહી છે. બીજી તરફ પોલીસ તપાસ એ પણ કરે છે કે આ ચોરી કરનાર યુવતી કોણ છે અને અત્યાર સુધી કેટલી ઘટનાને અંજામ આપ્યો છે. તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યાે છે.