એક્ટિવા ચાલકને બચાવવા જતા એમ્બ્યુલન્સ દિવાલમાં ઘૂસી ગઈ
સુરત, સુરતમાં યમરાજ બનીને એમ્બ્યુલન્સે અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે કલેકટર કચેરી બહાર પાર્લે પોઈન્ટ તરફથી આવતી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઇવરે એક્ટિવા ચાલકને બચાવવા જતા અકસ્માત થયો હતો જેને લઇને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા સાથે જ અકસ્માતમાં ડ્રાઈવરને ઇજા પહોંચી હતી.
જેથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ બે વ્યક્તિને અડફેટે લઈને દીવાલ સાથે અથડાઈ ગઈ હતી. જેથી દિવાલ તૂટી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં એમ્બ્યુલન્સમાં દર્દી નહિ હોવા છતાં પણ બેફામ દોડી રહી છે જેને લઇને અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે
જાેકે અહી લોકોની અવરજવર ઓછી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. સુરતમાં એમ્બ્યુલન્સો બેફામપણે રસ્તા દોડી રહી છે અને લોકો માટે યમરાજ સાબિત થઇ રહી છે ઘણી વખત એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવા છતાં પણ પૂરપાટ ઝડપે રસ્તા પર દોડતી હોય છે.