Western Times News

Gujarati News

એક્ટિવિસ્ટ કરીમા બલોચનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સરકાર અને સેનાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચો પર અવાજ બુલંદ કરનારી બલૂચિસ્તાનની એક્ટિવિસ્ટ કરીમા બલોચનું કેનેડામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું છે. કરીમા રવિવારે ગુમ થઈ ગઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. કરીનાનું શબ ટોરેન્ટોથી મળી આવ્યું છે. હાલ કરીમાના મોતનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું પરંતુ તેની પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIનો હાથ હોવાની વાત સામે આવી રહી છે. કરીમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાઈ માનતી હતી અને 2016માં રક્ષાબંધન નિમિત્તે તેણે વડાપ્રધાનને રાખડી પણ મોકલી હતી.

CNN મુજબ, કરીમા બલોચ રવિવાર સાંજથી ગુમ થઈ હતી અને ત્યારથી પોલીસ તેની તલાશ કરી રહી હતી. તે બપોરે ત્રણ વાગ્યે છેલ્લી વાર જોવા મળી હતી. ત્યારબાદ એક અજાણ્યા વ્યક્તિની સાથે તે જતા જોવા મળી હતી. કરીમાના પરિવારે તેનું શબ મળ્યું હોવાની પુષ્ટિ કરી છે. કરીમા બલોચને પાકિસ્તાની સરકાર અને સેનાની વિરુદ્ધ મોટી ટીકાકાર માનવામાં આવતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.